• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Kim
  • Kim - આયોજકો દ્વારા દ્વારા દરવર્ષે સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ થઇ રહ્યા છે

આયોજકો દ્વારા દ્વારા દરવર્ષે સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ થઇ રહ્યા છે

પર્વની ઉજવણી કીમમાં ગણેશોત્સવમાં શિશુપાલ વધનું દૃશ્ય બનાવાયું

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:36 AM
Kim - આયોજકો દ્વારા દ્વારા દરવર્ષે સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ થઇ રહ્યા છે
કીમનગરમાં સહિત પંથકમાં ઠેરઠેર ગણેશભક્તો દ્વારા શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર પૌરાણિક હરતાં ફરતાં ડેકોરેશનને કારણે પોસ્ટઓફિસ રોડ પર આવેલ સાર્વજનિક ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

લોકોમાં સામાજિક જાગૃતિ આવે તેવા વિષય સાથે દર વર્ષે આયોજકો ગણેશજી સાથે સુંદર ડેકોરેશન તૈયાર કરે છે.છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા ગણેશોત્સવના ડેકોરેશનમાં અશોક વાટિકા સાથે સીતાહરણ પ્રસંગ,હાથીઓના સમૂહ દ્વારા ગણેશ પૂજન,સર્કસ,સ્ત્રી ભ્રુણ હત્યા,કુંભકર્ણ વધ,ગણેશ શોભાયાત્રા,જેવા પ્રસંગો પર ડેકોરેશન કરી ચુક્યા છે ત્યારે ચાલુ વર્ષે શિશુપાલ વધના મહાભારત પ્રસંગનું આબેહૂબ ડેકોરેશન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અર્જુન,શિશુપાલ, શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર,ભીષ્મપિતા, બલરામ જેવા પાત્રો અને સંવાદો સાથે ભવ્ય ડેકોરેશન પાછળ હિન્દૂ ધર્મના પ્રેરણાત્મક પ્રસંગો સાથે નવી પેઢીમાં ધર્મ અને સંસ્કારોનું સિંચન થાય તેવો હેતુ આ આયોજન પાછળ રહેલો હોવાનું આયોજકો જણાવી રહ્યા છે.સાથે સાથે જ્યાં હવે તૈયાર કમ્પ્યુટરાઈઝ પડદા અને બેનરોની બોલ બાલાવચ્ચે કોમ્પ્યુટર યુગમાં હાથ પેઇન્ટિંગ જ્યારે મરણ પથારીએ છે ત્યારે આયોજકો દ્વારા વિશાળ ડેકોરેશન પાછળ બે ગ્રાઉન્ડમાં મોંઘું પડતું હોવા છતાં વિશાળ હાથ પેઇન્ટિંગ દર વર્ષે કરાવી આ કલાને પ્રોત્સાહન આપી રહ્યા છે.જે બાબતને કલા પ્રેમીઓ પણ આવકાર આપી રહ્યા છે.રોજ મોટી સંખ્યામાં કીમ અને આજુબાજુના ગણેશ ભક્તો,બાળકો મોટી સંખ્યામાં ડેકોરેશનનનો આનંદ માણી રહ્યા છે.

કીમ ખાતે ગણેશજીની ઊજવણી સામાજીક ધાર્મિક દ્રશ્યો

X
Kim - આયોજકો દ્વારા દ્વારા દરવર્ષે સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ થઇ રહ્યા છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App