તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kim
  • શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષ પર ચઢી શર્ટ વડે આધેડે ફાંસો ખાઈ લીધો

શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષ પર ચઢી શર્ટ વડે આધેડે ફાંસો ખાઈ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમનગરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઝાડ નજીકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં પરપ્રાંતીય આધેડનું મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. કીમ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પરપ્રાતિય આધેેડ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી . ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આપઘાતની આ ઘટના અંગે કીમ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડના કીમ નજીક પૂર્વ વિસ્તારમાં કીમથી માંડવી તરફ જવાના માર્ગ પર સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ ચિરાગ વિદ્યાસંકુલ આવેલ છે. જેના કમ્પાઉન્ડમાં ઝાડ નીચેથી આજરોજ બપોરે એક ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કીમ પોલીસને કરવામાં આવતા કીમ પોલીસ સ્ટાફ ના માણસો ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઘટના સ્થળેથી સ્કુલ કમ્પાઉન્ડની દીવાલ સાથે રેતીના ઢગની વચ્ચેથી મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ હાથ ધરતા સ્કુલ ની સામેજ રેહતા પરણિત યુવક હરિશચંદ્ર બાબુલાલ નિસાદ (43) હાલ રહે ચિરાગ રેસિડેન્સી કીમ (પૂર્વ)ની લાશ હોવાનું જાણવા મળ્યું હતું.

ગત રાત્રીના અઢી વાગ્યાની આસપાસ ઘરમાંથી બહાર નીકળી ઉપરોક્ત શાળા સ્થળે આવેલ ઝાડ પર ચઢી પોતાના પહેરેલ શર્ટ દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ તેના પરિવાર જનોને કરાતા ઓળખ કરી હતી. કીમ પોલીસે ઘટના સ્થળે થી મૃતક ઇસમ નો લાશ નો કબજો લઈ પી એમ અર્થે ખસેડી વધુ વધુ તપાસ હાથ ધરી હતી તેમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...