• Gujarati News
  • National
  • કીમ નદીનંુ જળસ્તર ઘટતાં સ્થાનિકોએ રાહત અનુભવી

કીમ નદીનંુ જળસ્તર ઘટતાં સ્થાનિકોએ રાહત અનુભવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમનદીના કિનારાનાં ગામોમાં શનિવાર સવારથી નદીમાં વધી રહેલા પાણીથી આનંદ સાથે ઉચાટનો માહોલ પણ જોવા મળ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીના જળસ્તરમાં મોડી સાંજે 5 વાગ્યા બાદ ક્રમશઃ વધારો જોવા મળ્યો હતો. જેને પગલે બોરસરા જૂનો લે-લેવલ બ્રિજ તેમજ નવો બનેલો બરેલ કોઝવે ડૂબી જતાં અવર જવર માટે રસ્તો બંધ કરી દેવાયો હતો. ત્યારે ક્રમશઃ પાણીનું સ્તર વધતાં રાત્રીના 8 બાદ કિમામલી, બોરસરા જેવા કાંઠાનાં ગામોમાં ખેતરાળી વિસ્તાર સુધી પાણી પહોંચી ગયાં હતાં.

જોકે, મોડી રાત્રે નદીના જળસ્તરમાં ક્રમશઃ ઘટાડો જોવા મળતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી. બંને કાંઠે વહેતી કીમ નદીમાં લોકોએ શ્રીફળ વધેરી આનંદ વ્યક્ત કરી નવાં નીરને વધાવ્યાં હતાં. ઉમરપાડામાં વરસેલા 11ઇંચ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદી બંને કાંઠે વહેતા જોવા મળી હતી. જોકે, ઉપરવાસમાં વરસાદ બંધ થતાં રાત્રીના નદીમાં પાણીની આવક ઘટતા રાહત અનુભવાય હતી.

કીમ નદીના પાણીની જળસપાટીમાં ઘટાડો નોંધાયો.

રાત્રે કાંઠાનાં ગામોમાં ખેતરો સુધી પાણી પહોંચ્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...