• Gujarati News
  • National
  • સમરોલી ગામે એક રાત્રિમાં 4 દુકાનનાં તાળાં તોડતાં તસ્કરો

સમરોલી ગામે એક રાત્રિમાં 4 દુકાનનાં તાળાં તોડતાં તસ્કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીનેઅડીને આવેલા સમરોલીમાં ને.હા.નં. 8 નજીક આવેલી ચાર દુકાનના એક રાતમાં શટરના તાળા તૂટતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડી જવા પામ્યા હતા. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ સંતોષ માન્યો હતો.

મંગળવારની રાત્રિએ ચીખલીને અડીને આવેલા સમરોલી હાઈવે પોલીસ ચોકીથી અડધા કિ.મી.ના અંતરે મુખ્ય માર્ગ પર રામનગર પાસેના વિસ્તારમાં મહાવીર મારબલ, ટાઈલ્સની તેમજ બાજુમાં આવેલા નવકાર ટ્રેડર્સ તથા શક્તિ ટેલર એમ ત્રણ દુકાનોના શટરના તાળા તોડી ચોરટાઓ દુકાનમાં પ્રવેશી ગલ્લા અને કબાટમાંથી રોકડ રકમ ચોરી થયાનું સ્થળ પરથી જાણવા મળી રહ્યું છે.

હાઈવેની બીજીબાજુ અડીને આવેલા ઓવરબ્રિજ પાસેથી મારૂતિ સ્ટીલ નામની દુકાનમાં પણ શટરના તાળા તોડી ચોરટાઓએ દુકાનમાં પ્રવેશી ટેબલના ગલ્લામાંથી કેટલીક રોકડ રકમની ચોરી ગયા હોવાની હકીકત બહાર આવી છે. ચોરીના બનાવની જાણ ચીખલી પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત કરી માત્ર સંતોષ માન્યો હતો. ચોરીના બનાવની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી પામી નથી. હાઈવે પોલીસ ચોકીના અડધા કિ.મી.ના અંતરે ચાર દુકાનના તાળા તૂટતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થયા છે.

નેશનલ હાઇવે ચોકીના અડધા કિ.મી.ના અંતરે ચોરી થઇ

અન્ય સમાચારો પણ છે...