• Gujarati News
  • રાષ્ટ્રીય કવિ સંમેલનમાં કીમના પ્રકાશભાઈનું વિશિષ્ટ સન્માન

રાષ્ટ્રીય કવિ સંમેલનમાં કીમના પ્રકાશભાઈનું વિશિષ્ટ સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમના સીઆરસી પ્રકાશભાઈ પરમારે આસામના ગૌહાટી ખાતે રાષ્ટ્રીય કવિ સંગમ દ્વારા યોજાયેલા કવિ સંમલેનમાં ભાગ લીધો હતો. દેશભરમાંથી કવિઓને આમંત્રિત કરાયા હતાં જેમાં કીમના પ્રકાશ પરમારનો પણ સમાવેશ થતાં આ વિસ્તાર માટે ગૌરવપ્રદ બાબત છે.
હિન્દી ભાષી કવિઓની વરચે બિન હિન્દીભાષી હોવા છતાં પ્રકાશ પરમારને હિન્દીભાષી કવિસંમલેનમાં આમંત્રણ અપાયું અને તેઓની વિશે, સન્માન કરાયું હતું. સદ્દ કવિ સંમલેનમાં પ્રકાશભાઈ પરમારને વિશિષ્ટ સાહિત્ય સન્માન એનાયત કરાયો હતો. આ પ્રસંગે વિશિષ્ટ કવિઓ દ્વારા ૫૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ગુજરાતની શાળાઓમાં ગુંજી રાાં છે જેમાં ગુજરાતના જાણીતા સંગીતકાર શ્યામલ પ્રકાશભાઈ પરમાર દ્વારા સંગીત અપાયું છે. જેમાં પ્રકાશભાઈ પરમાર દ્વારા તૈયાર થયેલા મારા આંગણાનો જાદુ ગીત ટાઈટલ સોંગ તરીકે લેવાયું છે. જે ચિલ્ડ્રન યુનિર્વસિટી ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલું છે. રાજયની શાળામાં ચાલતા પ્રજ્ઞા અભિગમનું થીમ સોંગ પ્રજ્ઞાગિત પણ પ્રકાશ પરમારે લખ્યું છે. પ્રકાશભાઈને ઉપરોકત સિદ્ધિ બદલ તેમના મિત્રો અને સહ કર્મચારી અને કવિઓએ શુભેરછા આપી હતી.