તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એંધલ નજીક અજાણ્યા વાહનની અડફેટે સુરતના યુવકનું કરૂણ મોત

એંધલ નજીક અજાણ્યા વાહનની અડફેટે સુરતના યુવકનું કરૂણ મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.ન.8 ઉપર એંધલ પાટિયા નજીક બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં લઇ ગયા હતા.

બનાવની વિગત એવી છે કે સુરત કાપોદ્રાના રહેવાસી ભાવેશ ધરમસિંહ કથિરિયા (ઉ.વ.28) અને ચંદ્રશેખરસિંહ (ઉ.વ. 23) સુરતથી વલસાડ તરફ ગયા હતા ત્યાંથી કામ પતાવી રાત્રિના 12.15 કલાકે પરત સુરત તરફ બાઈક (નં. જીજે-05-ઇએચ-5046) જતા હતા ત્યારે એંધલ પાટિયા નજીક કોઇ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે ટક્કર મારતા ભાવેશભાઇએ કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચંદ્રશેખરને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ. ભાવેશભાઇને ગંભીર ઇજા પહોંચતા નવસારી સારવાર અર્થે લઇ ગયા હતા. ઘટનાની જાણ ખારેલ પોલીસ ચોકીમાં થતા જમાદાર એચ.શર્માએ લાશનો કબજો લઇ પી.એમ.માટે મોકલી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

અકસ્માત ગ્રસ્ત બાઈક.

વલસાડથી પરત ફરતી વેળા અકસ્માત

અન્ય સમાચારો પણ છે...