તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની અસામાજિક તત્ત્વો મારફત થતી છેડતીના બનાવો અટકાવાવ અને શૈક્ષણિક સંસ્થા નજીક પ્રતિબંધિત તમાકુ, ગુટખા, બીડી, સીગરેટોનું વેચાણ બંધ કરાવવા લેખિત ફરિયાદ સરકારી વિનયન કોલેજના સંચાલકોએ માંગરોળ તાલુકા પોલીસ મથકના જવાબદાર અધિકારીને કરી છે.

સરકારી વિનયન કોલેજ મારફત થયેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે વાંકલ ગામેથી બે કિમી દૂરના અંતરે આવેલ સરકારી વિનમય કોલેજના મકાનમાં હાલ સરકારી વિજ્ઞાન કોલેજ કાર્યરત છે. બંને કોલેજમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેરોમાંથી 1700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. જેમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ છે. શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થિનીઓને કેટલાક અસામાજિક તત્ત્વો મુખ્ય માર્ગ ઉપર મોટરસાઈકલ તેમજ ફોરવ્હીલ ગાડી લઈ પીછો કરી છેડતી કરી રહ્યાં છે. આસમાજિક તત્વો કોલેજ નજીક આવેલ ચા નાસ્તાની દુકાનો ઉપર અડ્ડો જમાવીને બેસી રહે છે. અને તક જોઈ છેડતી કરે છે. છેડતીના બનાવો અંગે કોલેજમાં અભ્યાસ કતી કેટલી વિદ્યાર્થિનીઓએ કોલેજને ફરિયાદ કરતાં બાબત કોલેજના ધ્યાન ઉપર આવી છે.

વાંકલ કોલેજમાં અસામાજિક તત્ત્વોએ માજા મૂકી

કોલેજ નજીક આંટા ફેરતા મારતાં તત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગ

કોલેજનાસંચાલકો જણાવ્યા મુજબ તાજેતરમાં બે ત્રણ દિવસ અગાઉ કોલેજ નજીક બેફામ બાઈક હંકારનારા કેટલાક યુવકોને અમે અટકાવવા પ્રયાસ કર્યો હતો. અને ખરે અમારે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પરંતુ હવે અમને તકેદારી રૂપે અમારા તમામ વિદ્યાર્થીઓના આઈકાર્ડ ઈશ્યુ કરી દીધા છે. જેથી અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ સિવાય કોઈપણ યુવકો કોલેજ નજીક ખોટા આંટાફેરા કરે નજીકની દુકાનો પર બેસી રહે તેવા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...