• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Khergam
  • ખેરગામમાં કોળચીવાડમાં પાણી આપવાનું શરૂ કરતા રોહિતવાસમાં પાણી આવતુ બંધ

ખેરગામમાં કોળચીવાડમાં પાણી આપવાનું શરૂ કરતા રોહિતવાસમાં પાણી આવતુ બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોહિતવાસની જૂની પાણીની લાઇનમાંથી કોળચીવાડને કનેક્શન અપાતા પાણીની સમસ્યા ઉભી થઇ
પંચાયતમાં પોતાની હૈયાવરાળ ઠાલવી રહેલા રોહિતવાસના આગેવાનો. રોહિતવાસની પાણીની ટાંકી અને લાઈનમાં જોડાયેલું કનેક્શન.

ખેરગામ ખાતે પંદરેક દિવસથી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણીની લાઈનમાં દશેરા ટેકરી અને આસપાસના વિસ્તારમાં પાઇપલાઈનમાં ભંગાણ પડવાના કારણે કોળચિવાડ ખાતે રહેતા આદિમજૂથના 30થી 32 પરિવારોને પંચાયતનું પાણી આવતું બંધ થતાં પાણી મેળવવા આ પરિવારો ઘણી મુશ્કેલી વેઠી રહ્યાં છે. પંચાયત દ્વારા પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે,પરંતુ આ ટેન્કર અમુક જગ્યાએ જ મૂકીને ચાલી જતા જેતે વિસ્તારના લોકો ત્યાં પાણી ભરવા જઇ શકતા નથી. લાઈનમાં પડેલું ભંગાણ બનાવવામાં વિલંબ થાય એમ હોવાથી પંચાયત દ્વારા નજીકમાં આવેલી રોહિતવાસની પાણી પુરવઠા વિભાગ તરફથી કાર્યરત થયેલી પાણી યોજનામાંથી જૂની લાઇન મારફત કનેક્શન જોડી પાણી પૂરું પડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હતી પરંતુ તેના કારણે રોહિતવાસની પાણીની ટાંકી બે દિવસથી નહીં ભરાતા ફળિયામાં પાણી આવતું બંધ થતા પાણીનો કકળાટ ઉભો થયો હતો. આગેવાનોએ ટાંકી પાસે જઈને જોતા ત્યાં અન્ય કોળચીવાડ તરફની લાઈનનું કનેક્શન જોડેલું દેખાતા અને તેમાં પણ મેઇનલાઈનમાંથી પાઇપ જોડી દેવાતા મોટરનું પાણી ટાંકીમાં ચડતું ન હોવાનું જણાય આવતા પંચાયતની કામગીરીના પગલે રોહિતવાસના લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.

કોળચીવાડમાં પંચાયતનું પાણી ક્યારે આવશે
છેલ્લા પંદરેક દિવસથી કોળચીવાડની પાણીની સમસ્યા મામલે એક આગેવાને પંચાયત, ટીડીઓ, ડીડીઓ સહિતના અધિકારીઓને લેખિતમાં રજુઆત કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. આટલા દિવસ વિતવા છતાં પંચાયત દ્વારા પાણીની લાઈનની મરામત પુરી ન થતા લોકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી.

ભલે પાણી આપ્યું પણ અમારું પાણી તો બંધ ન થવુ જોઈતું હતું
રોહિતવાસના લોકોએ સોમવારે પંચાયત કચેરીએ સરપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.અને પાણી પુરવઠાની આ લાઈનમાં કનેક્શન ભલે જોડયું પરંતુ કોઇને પૂછવું જોઈતું હતું અને ભલે કોળચીવાડમાં પાણી આપ્યું પણ અમારા ફળિયાનું પાણી તો બંધ ન જ થવા જોઈતું હતું જેવી દલીલ આગેવાનોએ કરી રોહિતવાસની પાણીની તકલીફ તાત્કાલિક દૂર કરવા માંગ કરાઈ હતી.

કોળચીવાડ તરફનું કનેક્શન બંધ કરવા સૂચના અપાઈ
રોહિતવાસની પાણી યોજનામાં જોડવામાં આવેલું કોળચીવાડ તરફનું કનેક્શન તાત્કાલિક દૂર કરવા પ્લમ્બરને ગામના મહિલા સરપંચ ધર્મિષ્ઠાબેન ભરુચા અને વોર્ડ સભ્ય અંકિતભાઈ આહીર દ્વારા સૂચના અપાઈ હતી. જ્યારે કોળચીવાડની લાઇન પણ ઝડપથી રીપેર કરી ત્યાં પાણી ચાલુ કરવા જણાવાયું હતું.

ખેરગામમાં પાણી મામલે રોહિતવાસના લોકોની પંચાયતમાં રજૂઆત
અન્ય સમાચારો પણ છે...