તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામના તબીબને બેસ્ટ મેડિકલ ઓફિસરનો એવોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકામાં આરોગ્ય સંજીવની વાન મારફત લોકોને ગામેગામ ઘરેઘર જઈને આરોગ્યની સુંદર સેવા આપવા બદલ મોબાઈલ હેલ્થ યુનિટમાં ડો.જ્યોત્સનાબેનના જિલ્લાના શ્રેષ્ઠ મેડિકલ ઓફિસર તરીકેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતરિયાળ વિસ્‍તારના લોકોને આરોગ્‍યની સેવા ઘરઆંગણે મળે તે હેતુસર રાજ્‍ય સરકારે 2014 માં આરોગ્‍ય સંજીવની સેવાની શરૂઆત કરી હતી.જે અંતર્ગત નવસારી જિલ્લામાં 7 સ્‍ળોએ આરોગ્‍ય સંજીવની સેવાનો જિલ્લામાં 4.97 લાખ દર્દીઓએ લાભ લીધો હતો.જે પૈકી ખેરગામ તાલુકામાં છેલ્લા ચાર વર્ષમાં 69300 થી વધુ દર્દીઓની જઈને તપાસ અને સારવાર કરવામાં આવી હતી.ખેરગામ વિસ્તારમાં આરોગ્ય સંજીવની અંતર્ગત સુંદર કામગીરી બજાવનાર મેડિકલ ઓફિસર જ્યોત્સનાબેન ચંદ્રમોહન પ્રજાપતિને બીલીમોરા ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં મંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે જિલ્લાના બેસ્ટ મેડિકલ ઓફીસરની કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...