ખેરગામ કોલેજમાં હેન્ડીક્રાફટ સ્પર્ધા યોજાઈ

ખેરગામ | ખેરગામની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં સપ્તધારા અંતર્ગત રંગકલા કૌશલ્યધારા આયોજિત 72માં સ્વતંત્ર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:10 AM
ખેરગામ કોલેજમાં હેન્ડીક્રાફટ સ્પર્ધા યોજાઈ
ખેરગામ | ખેરગામની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં સપ્તધારા અંતર્ગત રંગકલા કૌશલ્યધારા આયોજિત 72માં સ્વતંત્ર પર્વ નિમિત્તે હેન્ડીક્રાફટ સ્પર્ધા કોલેજના આચાર્ય ડો.સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં 14 ગ્રુપ મળી કુલ 28 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં માયા પટેલ અને તેજલ પટેલ ગ્રુપ તેમજ ગૌરાંગ પટેલ અને પ્રિયંક પટેલ ગ્રુપ પ્રથમ ક્રમે આવ્યા હતા, જેમને કોલેજના આચાર્ય તેમજ કૌશલ્ય ધારાના અધ્યક્ષ દીનાબેન પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

X
ખેરગામ કોલેજમાં હેન્ડીક્રાફટ સ્પર્ધા યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App