Home » Daxin Gujarat » Navsari District » Khergam » દાઉદી વહોરા સમાજે આદિવાસી રેલીનું સ્વાગત કર્યું

દાઉદી વહોરા સમાજે આદિવાસી રેલીનું સ્વાગત કર્યું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:10 AM

ખેરગામ | ખેરગામ તાલુકામાં આદિવાસી લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા ખેરગામ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આવી...

  • દાઉદી વહોરા સમાજે આદિવાસી રેલીનું સ્વાગત કર્યું
    ખેરગામ | ખેરગામ તાલુકામાં આદિવાસી લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા ખેરગામ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. આદિવાસી લોકોએ રેલી સ્વરૂપે નીકળી બાબા સાહેબ આંબેડકર સર્કલ પર પ્રતિમાને ફૂલ હાર અર્પણ કર્યા હતા, ત્યાંથી ગાંધી સર્કલ પર મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. દાઉદી વ્હોરા સમાજની મસ્જિદ પાસે દાઉદી વ્હોરા સમાજના પ્રમુખ ફિરોઝભાઈ વ્હોરા, દાઉદી વ્હોરા આગેવાન ખોજેમભાઈ વ્હોરા, રોશનભાઈ વ્હોરા મુસ્તાનભાઈ, તા. પંચાયતના માજી ઉપપ્રમુખ ભૌતેશભાઈ કંસારા તેમજ દાઉદી વ્હોરા સમાજના અન્ય આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ