શૌચાલયની 100 ટકા કામગીરી બદલ મહિલા સરપંચનું સન્માન

શૌચાલયની 100 ટકા કામગીરી બદલ મહિલા સરપંચનું સન્માન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:10 AM IST
ખેરગામ વિસ્તારમાં વ્યક્તિગત શૌચાલયની 100 ટકા કામગીરી પૂર્ણ થવા બદલ ખેરગામ ગામના ઇનચાર્જ મહિલા સરપંચ ધર્મિષ્ઠાબેન ભરુચાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવસારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.

તા.1થી 14 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જિલ્લામાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખેરગામના મહિલા સરપંચ ધર્મિષ્ઠાબેન ભરુચાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખેરગામમાં વ્યક્તિગત શૌચાલયની 100 ટકા કામગીરી કરવા બદલ જિઅધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. ખેરગામ ઇનચાર્જ સરપંચ તરીકે પદ સાંભળનાર ધર્મિષ્ઠાબેન ભરુચાએ સન્માન બદલ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી આભાર વ્યક્ત કર્યો હતો.

ખેરગામમાં મહિલા સરપંચનું સન્માન કરાયું હતું.

X
શૌચાલયની 100 ટકા કામગીરી બદલ મહિલા સરપંચનું સન્માન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી