તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Khergam
  • Khergam નાધઇમાં મળેલા બીમાર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

નાધઇમાં મળેલા બીમાર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ તાલુકાના નાધઇ ગામે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના ગેટ પાસે 30 સપ્ટેમ્બરના રોજ બીમારીની હાલતમાં મળી આવેલા એક 48 વર્ષીય યુવકને 108 મારફત વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા બાદ ચાર દિવસ બાદ બુધવારની રાત્રે હોસ્પિટલમાં તેમનું સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેરગામ તાલુકાના નાધઇ ગામે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના ગેટ નંબર 1 પાસેથી ગત તા.30મી સપ્ટેમ્બરના રોજ 11.45 વાગ્યાના સમયે સંજયભાઈ મોહનભાઇ વાઘેરા (ઉ.વ.48) નામના એક શખ્સ બીમારીની હાલતમાં મળી આવ્યા હતા.

તેમને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફત વલસાડ ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જેમનું ગયા બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મારનાર ઇસમની લાશ અંતિમ સંસ્કાર માટે આપવા તેમના સ્વજનોના સરનામાની ખબર ના હોય વલસાડ સીટી પોલીસ મથકે અ.મોત અંગે દાખલ કરી તેને ખેરગામ ખાતે મોકલાવતા હાલમાં સમગ્ર કેશની તપાસ ખેરગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મગન પટેલ કરી રહ્યા છે.તપાસ કરનાર મગન પટેલે જણાવ્યું કે મારનાર ઇસમ ધરમપુરથી ભૈરવી શનિદેવ મંદિરની સામે રહેતો હતો.થોડા દિવસથી નાધઇ મંદિરના બસ સ્ટેન્ડ રહેતો હોય જેનું બીમારીના કારણે મોત થતા તેની લાશ વલસાડ કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે,તેમના સ્વજનોની શોધખોળ કરી રહ્યા છે જે મળે એટલે તેમને અંતિમ સંસ્કાર માટે લાશ સુપરત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...