ખેરગામ -વાંસદા કોંગ્રેસ કારોબારી મિટિંગ યોજાઇ

ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ ચીખલી રોડ ઉપર આવેલી રાઇસમિલ સંકુલમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:36 AM
Khergam - ખેરગામ -વાંસદા કોંગ્રેસ કારોબારી મિટિંગ યોજાઇ
ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ ચીખલી રોડ ઉપર આવેલી રાઇસમિલ સંકુલમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલે સૌપ્રથમ જિલ્લાના હોદ્દેદારોનું સન્માન કર્યું હતું.કારોબારી મિટિંગમાં બુથ લેવલે સંગઠન મજબૂત બનાવવાની બાબત ઉપર ખાસ ભાર આપ્યો હતો.અને સંગઠનમાં નવી નિમણૂક આપવા અને પણ આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.તેમજ કોંગ્રેસ દ્વારા અમલમાં મુકવામાં આવેલા શક્તિ પ્રોજેકટ અંતર્ગત કામોની વહેંચણી બાબતના મુદ્દા ઉપર તેમજ સંગઠન બાબતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન નાયક,જિલ્લા પંચાયત સદસ્ય ગુણવંતીબેન પટેલ,ઉપપ્રમુખ અમિત પટેલ,તાલુકા પંચાયત સભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ વિવિધ ગામના સરપંચો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ યોજવામાં આવી હતી.જેમાં હાલમાં ચાલી રહેલા શક્તિ પ્રોજેક્ટ અને ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવી હતી. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગમાં જિલ્લા કોંગ્રસ સમિતિનાં પ્રમુખ સિધ્ધાર્થ દેસાઈ અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. અનંત પટેલે જણાવ્યું હતું કે સંગઠન એ જ પાર્ટીને મજબૂત બનાવે છે. પાર્ટીના દરેક કાર્યકર્તાને લોકસભાની ચૂંટણી માટે સાથે રહીને સંગઠનને મજબૂત કરવા હાકલ કરી હતી .

ખેરગામ ખાતે કોંગ્રેસની કારોબારી મિટિંગ યોજાઈ હતી.વાંસદા તાલુકા કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ હતી.

X
Khergam - ખેરગામ -વાંસદા કોંગ્રેસ કારોબારી મિટિંગ યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App