• Gujarati News
  • ધનોરીમાં મહેંદી ચાંદલા સ્પર્ધા

ધનોરીમાં મહેંદી-ચાંદલા સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનોરીમાં મહેંદી-ચાંદલા સ્પર્ધા

ખારેલ |ગણદેવી તાલુકાના ધનોરી ગામે દિપાવલી મહોત્સવની ઉજવણી ઉત્સાહપૂર્વક વાતાવરણમાં શરૂ થઈ હતી. વાઘબારસના દિવસે મહેંદી હરિફાઈ, ચાંદલા સ્પર્ધા, કેશગૂંફનની સ્પર્ધા યોજાઈ હતી. ધનતેરસના દિવસે બપોરે વાનગી (ફરસાણ) સ્પર્ધા યોજાઈ હતી. નિર્ણાયકોમાં ગણદેવીના હિરલબેન નાયક તથા બંસરીબેન નાયક અને વાનગી હરિફાઈમાં જનકભાઈ પંડ્યા તથા ધમડાછાના પ્રશાંત ઉપાધ્યાયે સેવા આપી હતી. મહેંદી સ્પર્ધામાં નાના વિભાગમાં મૈત્રી નાયક, ઓપન વિભાગમાં પ્રથમ સેજલ એ. રાવલ, દ્વિતીય વિહાંગી એસ. નાયક, ચાંદલા સ્પર્ધામાં નાના વિભાગમાં પ્રથમ મૈત્રી યુ. નાયક, ઓપન વિભાગમાં પ્રથમ દિપ્તી જે. નાયક, દ્વિતીય સેજલ રાવલ, કેશગૂંફન સ્પર્ધામાં નાના વિભાગમાં પ્રથમ વિનિતા મિસ્ત્રી, ઓપન વિભાગમાં પ્રથમ દિપ્તી જે. નાયક, દ્વિતીય પ્રીતિ ભાનુશાળી તથા વાનગી હરિફાઈમાં પ્રથમ જીજ્ઞા જે. વૈદ્ય તથા દ્વિતીય સુધાબેન એ. નાયક રહ્યા હતા.