તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક આપતી ખેતી એટલે લીલીના ફૂલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણગુજરાતનો પરંપરાગત ખેતીનો પાક એટલે ડાંગર અને શેરડી તો કેટલાક ખેડૂતો શાકભાજીમાંથી પણ સારી આવક મેળવી શકે છે. ડાંગરના પાકથી હવે વધતી જતી મજૂરી અને વાતાવરણની અસરને લઈને પાકમાં નફાકારકતા ઓછી રહેતા કેટલાક ખેડૂતો લીલીના ફૂલની ખેતી તરફ વળ્યા છે.

જે ખેડૂતની જમીન ભેજવાળી રહેતી હોય ત્યાં શેરડીનું ઉત્પાદન થતું નથી ત્યાં ખેડૂતો લીલીની ખેતી તરફ વળ્યા છે. જેમાં 4થી 5 ફૂટનું અંતર રાખવામાં આવે તો એનો વિકાસ સારો થાય છે વળી લીલીના કંદ એક વાર રોપ્યા પાછી 8થી 9 વરસ સુધી ચાલે છે પરંતુ કૃષિ તજજ્ઞો કંદને 4થી 5 વરસ બાદ ફેરરોપણીની સલાહ આપે છે. વળી ખેતીમાં ખેડનો ખર્ચો બચી જાય છે ખેતી પણ વાતાવરણ ઉપર આધાર રાખે છે. ખાસ કરીને લીલીના પાકમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. તેને નિયંત્રણ કરવા જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે છે. ઘણાં ખેડૂતો દવા સાથે 20:20:0 અને 20:13:13 ખાતરનો છંટકાવ કરી દે છે. જેને લઈને ફૂલની ક્વોલિટી સારી રહે છે. ફૂલના બજારની વાત કરીએ તો મોટાભાગે ફૂલનું બજાર મુંબઈમાં સારું રહે છે. ચોમાસામાં લગભગ 120 રૂપિયા જેટલું સરેરાશ અને દિવાળી બાદ 80 રૂપિયા જેટલું રહે છે. હવે ખેડૂતો મુંબઈ ઉપરાંત નાસિક, શિરડી અને રાજકોટમાં પણ ફૂલ મોકલી સારો ભાવ મેળવે છે. ફક્ત ઉનાળાની સિઝનમાં ફૂલનો ભાવ આવતો હોવાને લઈને ખેડૂતો લોકલ માર્કેટમાં ફૂલ વેચે છે. આમ લીલીની ખેતી ઓછા ખર્ચે વધુ આવક રળી આપતી ખેતી હોવાને લઈને લીલીની ખેતી ઘણા ખેડૂતો કરતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...