તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એંધલની માધ્યમિક શાળા રાજ્ય કક્ષાએ ઝળકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ ગામે આર.એમ.એસ.એ.સંચાલિત સરકારી માધ્યમિક શાળાએ “રાષ્ટ્રીય રોલ પ્લે “સ્પધામાં “માદક દ્રવ્યનો દુરઉપયોગના કારણો અને તેની અસરો”વિષય ઉપર રોલ પ્લે ભજવી જીલ્લા કક્ષાએ જીલ્લા શિક્ષણ અને તાલીમભવન ખાતે તા.12/9/2017 નાં રોજ યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.ત્યાર બાદ સ્પર્ધાના કન્વીનર ટંડેલ નયનકુમાર આરની સાથે શાળાના પટેલ ધર્મિન ભીખુભાઈ હળપતિ, નિમેશ સુબોધભાઈ હળપતિ, કિસનભાઈ રાજુભાઈ હળપતિ, સતીશભાઈ ઈશ્વરભાઈ અને વાંઝ પરેશ રતિલાલની ટીમે રાજ્ય કક્ષાએ તા.23/11/2017 નાં રોજ ઇડર ખાતે ભાગ લઇ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.આમ એંધલ માધ્યમિક શાળા અને એંધલ ગામમાં વિધાર્થીઓની સિધ્ધીથી ખુશી લાગણી ફેલાઈ ગઈ હતી .

અન્ય સમાચારો પણ છે...