ટાંકલ ગામે રિવોલ્વરની અણીએ 1.16 લાખની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાંકલગામે ખારેલ રાનકુવા ખારેલ રાનકુવા માર્ગ પર આવેલા વિશ્રામ વાટીકામાં રાત્રિના 8.30 વાગ્યાના સમયે 6 જેટલા બુકાનીધારી ધાડપાડુઓ ત્રાટકી રાજસ્થાની પરિવારના ત્રણ શખ્સોને પિસ્તોલ અને ચાકુ જેવા હથિયારોની અણીએ એક રૂમમાં બંધક બનાવી 10 તોલા સોના તથા ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 1.16ની લુંટ ચલાવી ફરાર થઇ જતા ચકચાર મચી છે. કેસમાં પોલીસે 10 તોલા સોનાની કિંમત ઓછી બતાવી છે.

ચીખલી તાલુકા ટાંકલ ગામે (કુંભારવાડ વિસ્તારમાં રહેતા બાબુલાલ માતુરામ પ્રજાપતિ (ઉ.વ.59 રહે. ટાંકલ) તેમના પરિવાર સાથે શનિવારના રોજ સવારે રાજસ્થાન વતનમાં પ્રસંગમાં હાજરી આપી ટાંકલ તેમના ઘરે આવ્યા હતા.

તેઓ શનિવારના રોજ રાત્રે 8 વાગ્યાના આસપાસ પત્ની તથા પૌત્રી સાક્ષી સાથે આગળનો દરવાજો થોડો ખુલ્લો રાખી ઘરના સોફા પર બેસ્યા હતા તે દરમિયાન ઘરમાં 6 બુકાનીધારી ઘુસી જઇ એકે હાથમાંની ડીશને લાત મારી ફેંકી દઇ ધમસાણ મચાવવાની ચાલુ કરી દરવાજો અંદરથી બંધ કરી ટીવીનો અવાજ વધારી દઇ પિસ્તોલ તથા ચાકુ જેવા હથિયારો બતાવી તમારી પાસે જે દર દાગીના હોય તે આપી દે નહીં તો તમારી પુત્રીને ઉઠાવી લઇ જઇશું. તેવી ધમકી આપી બાબુલાલના બંને હાથો દુપટ્ટાથી બાંધી દઇ તેમની પત્નીને પણ સાડીથી હાથ બાંધી દઇ એક રૂમમાં બેસાડી દીધા હતા. તે અગાઉ કબાટની ચાવી લઇ કબાટ તથા બેગો ખોલી નાંખી કબાટમાં મુકેલા સોનાના 5 જેટલા મંગળસૂત્રો સોનાની કાનની બુટ્ટી, 2 સોનાની બંગડી, સોનાની 4 નંગ નથણી મળી 10 તોલા સોનાના દાગીના ચાંદીની વીટીઓ મળી કુલ250 ગ્રામ ચાંદી તથા 15 હજાર રૂપિયા રોકડા તથા મોબાઇલ ફોન તથા બે બેંકના એટીએમ કાર્ડ મળી 1.16500 રૂપિયાની લુટ ચલાવી હતી. ને એલસીડી પણ કાઢી નાખ્યું હતું.બીજુ એક એલસીડી પણ નીચે મુંકી દિધુ હતું.પરંતુ તે લઇ ગયા હતા.ઘરમાં પડેલું જમવાનું પણ ડબ્બામાં પેક કરી દીધું હતું. પરંતુ તે પણ લઇ ગયા અને 10.30 વાગ્યાની આસપાસ જતા જતા ધમકી આપી હતી કે પોલીસને જાણ કરશો તો જાનથી મારી નાખીશું. લૂંટમોબાઇલ ફોન પણ લઇ જતા કોઇને પણ જાણ કરી. બાજુવાળાને જગાડીને બનાવની જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બાબુલાલ પ્રજાપતિનીફરિયાદ લઇ ચીખલી પોલીસે તપાસ શરૂ કરી છે.

એટીએમનો પાસવર્ડ પણ લઇ ચેક કર્યો

બાબુલાલપ્રજાપતિ પાસેથી એટીએમ કાર્ડ લઇ જે કાર્ડના પાસવર્ડ માંગ્યો હતો અને જો ખોટો આપ્યો તો મારી નાંખવાની ધમકી આપી હતી અને પાસવર્ડ આપતા એક બુકાનીધારી ત્યાંથી નીકળી ચેક કરવા ગયો અને આવ્યો અને ઇશારો કરતા તે સાચો હોવાનું જણાવ્યું હતું.

2 કલાક બંધક બનાવતા ડઘાઇ ગયા

ધાડપાડુઓએઘરમાં પ્રવેશી પરિવારને બંધક બનાવી રૂમમાં લઇ ગયા હતા અને દાગીના રોકડ તેમજ માહિતી પુછતા ગયા અને ધમકી આપતા ગયા તેમ પરિવાર કરગતો રહ્યો અને 10 વર્ષીય સાક્ષી રડતી રહી ડઘાઇ ગઇ હતી અને પરિવાર હાથ જોડતો રહ્યો હતો.

છોકરીને ઉપાડી જવાની ધમકી આપી

બંધકબનાવાયેલા પરિવારમાં એક 10 વર્ષીય નાની બાળકી સાક્ષીને પણ બંધક બનાવી તેને ઉઠાવી લઇ જવાની ધમકી ધાડપાડુઓએ દાદા બાબુલાલ પ્રજાપતિને આપી બાનમાં લેતા ભયભીત બનેલા પરિવારના દાદા બાબુલાલે મને મારી નાંખો પરંતુ દીકરીને કંઇના કરશો એમ કહી કરગરતા રહ્યાં હતા અને જેજે પુછ્યું એનો જવાબ આપતા રહ્યાં હતા.

દરવાજો ખુલ્લો હોવાથી 6 બુકાનીધારી ઘરમાં ઘૂસ્યા, ટીવીનો અવાજ વધારી દીધો જેથી લોકોને ખબર પડે

ઘરમાં 10 વર્ષીય પૌત્રીને ઉઠાવી જવાની ધમકી આપી બે કલાક પરિવારને બંધક બનાવ્યો

ઘરમાં બંધક બનાવાયેલો પરિવાર.તસવીર-પ્રશાંત સિંહપરમાર

અન્ય સમાચારો પણ છે...