• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ગણદેવા પારસી ફળિયામાં પ્રા.શાળાના નવા મકાનની લોકાર્પણ વિધિ સંપન્ન

ગણદેવા પારસી ફળિયામાં પ્રા.શાળાના નવા મકાનની લોકાર્પણ વિધિ સંપન્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવાનાપારસી ફળિયા પ્રાથમિક શાળાના નવા મકાનની લોકાર્પણ વિધિ મહાનુભાવોના હસ્તે સંપન્ન થઈ હતી.

ગણદેવી તાલુકાના ગણદેવા ગામે પારસી ફળિયા પ્રાથમિક શાળાના નવા મકાનની લોકાર્પણ વિધિ સંપન્ન થઇ હતી પારસી ફળિયા પ્રાથમિક શાળા 1984માં શરૂ થઇ હતી પરંતુ શાળાનું મકાન જુનું થઇ જતા નવા મકાનની માંગ ઉભી થઇ હતી જેને સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી રૂ. 11,95,000ના ખર્ચે બે ઓરડાનું નવું મકાન બનાવ્યું હતું. મકાનની લોકાર્પણ વિધિ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં થઇ હતી. પ્રસંગે પિયુષભાઈ દેસાઈએ જીવનમાં પ્રાથમિક શિક્ષણનું મહત્ત્વ વિવિધ દૃષ્ટાંત આપી ખુબ સરળ ભાષામાં સમજાવ્યું હતું. પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રથમેશભાઈ વશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રેખાબેન, જિ.પં.સભ્ય પ્રજ્ઞાબેન, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ નાયક, ગણદેવાના સરપંચ સતીશભાઈ કટારીયા, ઉપસરપંચ જયંતિભાઈ મિસ્ત્રી, મટવાડના આગેવાન રસીદભાઈ મેહતર તથા તાલુકા ભાજપના વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના એક ઓરડાનું ઉદઘાટન ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈએ, જયારે બીજા ઓરડાની ઉદઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રેખાબેનને હસ્તે કરાઈ હતી. ઉપરાંત પારસી ફળિયાના રહીશ અને હાલ વિદેશ ગયેલા હિતેશભાઈ રમણભાઈ મિસ્ત્રી દ્વારા ધો. 1થી 4ના બાળકોને બે જોડી યુનિફોર્મની વહેંચણી કરી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોમાં પણ નવા યુનિફોર્મ અને શાળાના નવા મકાનમાં ભણવાના હોય અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ પણ કરાયું

અન્ય સમાચારો પણ છે...