તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એંધલ નજીક લક્ઝરીની અડફેટે ત્રણ યુવકોને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 8 ઉપર એંધલ નજીક લકઝરી બસે બાઈકસવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ યુવાનો પૈકી એક યુવાનને ગંભીર અને બે યુવાનોને ઈજા પહોંચી હતી.

બનાવ અંગે મળતી વિગત એવી છેકે મહુડીના બે યુવાનો કંબાડાનો એક યુવાન ડીજે વગાડી દુવાડાથી પરત પોતાના ઘરે ટીવીએસ ફોનિક્સ બાઈક (નં. જીજે-21-એએલ-1115) ઉપર ફરતા હતા ત્યારે તેમની સાથે બીજી બાઈક ઉપર આવેલા યુવાનો એંધલ નહેર ઉપર આવેલા પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા જતા યુવાનો તેમની રાહ જોતા હાઈવેની બાજુમાં ઉભા હતા ત્યારે રાત્રિના 2.30 કલાકે રોંગ સાઈડ ઉપર ઓવરટેક કરતી લકઝરીના ચાલકે બાઈક લઈને ઉભેલા યુવાનોને ટક્કર મારતા ત્રણે ઈજાગ્રસ્ત બન્યા હતા.

તેઓને નજીકની ખારેલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જેમાં હરીશ જગુભાઈ ના.પટેલ (ઉ.વ. 30, રહે. મહુડી), તરૂણ સુરેશભાઈ ના.પટેલ (ઉ.વ. 22, રહે. મહુડી) અને અજય વિનોદ પટેલ (ઉ.વ. 20, રહે. કંબાડા)નો સમાવેશ થાય છે. જેમાં અજયની ઈજા ગંભીર હોય આઈસીયુમા સારવાર હેઠળ છે. લકઝરી ચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો.

ત્રણેય સારવાર હેઠળ, એક યુવકની હાલત ગંભીર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો