કાર અડફેટે મોપેડ ચાલકને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ને.હા.નં. 48 ઉપર એંધલ પાટિયા પાસે એક કારની અડફટે પ્લેઝર મોપેડનો ચાલક ચઢતા અકસ્માત નોંધાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

બનાવની વિગત એવી છે કે નવસારી રામલામોરાના શૈલેષભાઈ રાઠોડ મંગળવારે સવારે 11.30 કલાકે નવસારીથી કોઈક કામ અંગે એંધલ પ્લેઝર મોપેડ (નં. જીજે-21-એજી-1137) પર આવતા હતા. એ દરમિયાન હાઇવે ઉપરથી એંધલ ગામમાં જવા હાઇવે ક્રોસ કરતા હતા ત્યારે નવસારીથી ચીખલી તરફ જતી શેવરોલેટ બીટ કાર (નં. જીજે-21-એએચ-0194)ને નજર અંદાઝ કરતા કારની ટક્કર લાગતા પ્લેઝર ફંગોળાઈ ડિવાઈડર ઉપર ચઢી ગયું હતું. જયારે પ્લેઝર ચાલક શેલેષભાઈ રોડ ઉપર પટકાતા માથામાં ઈજા પહોંચી હતી. જેમને આઈ.આર.બી.ની એમ્બ્યુલન્સમાં ખારેલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

એંધલ નજીક થયેલા અકસ્માતગ્રસ્ત વાહનો. તસવીર-કેતન નાયક

અન્ય સમાચારો પણ છે...