તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટીવાચાલકને બચાવવા જતાં બસ વીજ થાંભલા સાથે અથડાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીનગરના ધનોરીનાકા વિસ્તારમાં સ્ટેટ હાઈવે ઉપરના ચાર રસ્તા ખાતે આજે લગભગ 11.15 કલાકે એસટી બસ અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસ સ્ટ્રીટલાઈટનો પોલ તોડી વાડમાં ઘૂસી ગઈ હતી. જ્યારે એકટીવા ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ગણદેવી નગરના ધનોરી નાકા વિસ્તારમાં સ્ટેટ હાઈવે ઉપરના ચાર રસ્તા ખાતે આજે લગભગ 11.15 કલાકે એકટીવા ચાલક ખારેલ બાજુથી ઝડપભેર આવી રોડ ક્રોસ કરતી વખતે બીલીમોરા બાજુથી આવતી એસટી બસ સાથે ટક્કર લાગી હતી. બસના ચાલકે એકટીવા ચાલકને બચાવવા જતા બસને સાઈ ઉપર ઉતારતા બસ સ્ટ્રીટલાઈટના પોલ સાથ અથડાઈ પોલ તોડી વાડમાં ઘુસી ગઈ હતી. એકટીવાનો ચાલક બસની ટક્કર લાગતા ફેંકાઈ જતા તેને માથા, હાથ વગેરેમાં ગંભીર ઈજા થતા 108માં ગણદેવી સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એકટીવા ચાલકનું નામ-સરનામુ અત્યારસુધી પોલીસને જાણવા મળ્યું નથી. બસના ડ્રાઈવર ઈમરાનભાઈ શેખ (રહે. સણોસર, તા. શિહોર, જિ. ભાવનગર)એ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગણદેવી ધનોરી નાકા ચાર રસ્તા પર બસ અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ધનોરીનાકા પાસે અકસ્માત, બસ ડ્રાઇવરે ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો