• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ખારેલ |ગણદેવી તાલુકાની એંધલ પ્રાથમિક શાળાને ઇકો ફ્રેડલી શાળા પ્રોજેક્ટ

ખારેલ |ગણદેવી તાલુકાની એંધલ પ્રાથમિક શાળાને ઇકો ફ્રેડલી શાળા પ્રોજેક્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ગણદેવી તાલુકાની એંધલ પ્રાથમિક શાળાને ઇકો ફ્રેડલી શાળા પ્રોજેક્ટ અંતર્ગત તૃતીય ક્રમાંક મળ્યો છે. ગુજરાત શેક્ષણીક સંસોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી)ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા છેલ્લા બે વર્ષથી નવતર ઇકો ફ્રેડલી શાળા પ્રોજેક્ટ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે. જેમાં શાળાની બાગબાન પર્યાવરણને ધ્યાનમાં લઇ અને બાગમાં ઉછરેલા વિવિધ છોડોને પણ જોવામાં આવે છે. એંધલ પ્રાથમિક શાળાએ 1 વર્ષની અંદર બાગમાં સુંદર છોડો ઉછેરી અવોર્ડમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરતા એંધલ ગામલોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. અવોર્ડ શાળાના આચાર્ય નિરલભાઈ પટેલે સ્વીકાર્યો હતો.

એંધલ પ્રાથમિક શાળાને ઇકો ફ્રેડલી અવોર્ડ મળ્યો

અન્ય સમાચારો પણ છે...