અંગદાન કરનાર યુવાનના પરિવારનું અભિવાદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિતનાઆકસ્મિક અવસાન અને ત્યારબાદ પરિવાર દ્વારા અંગદાન અંગે લેવાયેલ નિર્ણયને બિરદાવવા ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ પરિવાર તરફથી સ્વ.અમિતનો શ્રધ્ધાંજલિ સહ પરિવારનો અભિવાદન કાર્યક્રમ ખારેલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો.કાર્યક્રમની મૌન-પ્રાર્થના દ્વારા સ્વ.અમિતને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.આવા ઉમદા નિર્ણય માટે પરિવારને અભિવાદન પત્ર આપવામાં આવેલ.

ટ્રસ્ટી ડો.અશ્વિન શાહે અંગદાન વિશે માહિતી આપી લોકોમાં જાગૃતિ લાવવા ટીમ બનાવવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે, જીવન અને મરણ આપણા હાથમાં નથી પરંતુ શરીરનો ઉપયોગ કઇ રીતે કરવો આપણે નિશ્ચિત કરી શક્તા હોઇએ છીએ એના જીવંત ઉદાહરણ રૂપે અમિતના આકસ્મિક અવસાન બાદ પરિવારજનોએ લીધેલ અંગદાનનો નિર્ણય સરાહનીય છે. અમિતના કીડની, લીવર, હ્રદય, પેનકીયાસ અને આંખોનું દાન કરી બીજી ચાર જિંદગીને નવજીવન આપી સ્વ.અમિત આજે જીવિત હોવાની પ્રતિતી છે. ગ્રામ્ય અને હળપતિ પરિવારમાંથી જ્યારે અમિતના બ્રેઇન ડેડ બાદ અંગોનું દાન કરવા અંગેનો નિર્ણય તેમના પરિવાર પ્રત્યે માન અને ગર્વની અનુભૂતિ કરાવે છે.

અભિવાદન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો. તસવીર-કેતન નાયક

અન્ય સમાચારો પણ છે...