તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એંધલ પાસે કાર અકસ્માતમાં 3ને ઈજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
24કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 8 ઉપર એક કાર ડિવાઈડર સાથે અથડાતા થયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

બનાવની વિગત એવી છે કે મુંબઈથી રાજકોટ તરફ જાની પરિવાર અલ્ટો કાર (નં. જીજે-3-બીએ-9335)મા સવારે 6.30 કલાકે એંધલ હાઈવે ઉપર પટેલ દરબારની સામે એક અન્ય વાહનને ઓવરટેક કરવા જતા ચાલકે કાર ઉપરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે જોરદાર ધડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર ત્રણ પુરૂષ, એક મહિલા અને એક બાળકમાંથી ત્રણ પુરૂષોને ઈજા પહોંચતા તેમને 108 અને આઈઆરબીની એમ્બ્યુલન્સમાં આલીપોર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઈજાગ્રસ્ત પુરૂષોમાં કૌશિક ભરતભાઈ જાની (ઉ.વ. 42), ધુવલ ભરતભાઈ જાની (ઉ.વ. 36) અને મધુર એમ. જીતેન્દ્ર ગોહિલ (તમામ રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. અકસ્માત બાદ હાઈવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને આઈઆરબીની પેટ્રોલિંગ વાનના કર્મચારીઓએ ક્લીયર કર્યો હતો.

એંધલ પાસે હાઇવે પર કાર ડિવાઇડર સાથે અથડાતાં કારનો ખુરદો બોલી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો