ગણદેવીના એંધલથી 12 ફૂટ લાંબો અજગર પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ | એંધલ ખાતે હાઇવેને અડીને આવેલ ડુંગરી ફળિયા ખાતે રહેતા સાગર હળપતિના ઘરે ઓટલા ઉપર ટોપલાની નીચે મરઘીને મૂકી હતી ત્યારે આ મરઘીનો શિકાર કરવા રાત્રે 11.30 કલાકે અજગર આવી ચડ્યો હતો અને એક મરઘીનો શિકાર કરતા મરઘીએ ચીસ પાડતા ઘરના સભ્યો સફાળા જાગી જઇ ઓટલાની લાઇટ પડતા જ એક મહાકાય અજગર દેખાતા સભ્યોએ બુમાબુમ કરી હતી. આમ રાત્રે બુમાબુમ થતા લોકો એકત્ર થઇ ગયા હતા. લોકો આવી ચઢતા અજગર પણ મરઘીને લઇને ઘરની ઉપર ચઢી પતરામાં સંતાઇ ગયો હતો. ત્યારબાદ ગણદેવાના યુવાનો કે જે અજગર પકડે છે તેનો સંપર્ક કરતા તેઓ પણ બનાવ સ્થળે આવી અજગરને પકડવાની કામગીરી આરંભી હતી. લગભગ 1 કલાકની જહેમત બાદ 12 ફૂટ લાંબા અજગરને પકડવામાં સફળતા મળી હતી. આમ અજગર પકડતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...