• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Kharel
  • ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ, દુવાડા વાંગરી, ખારેલના આનંદવાટિકા, એંધલના માનાફળિયા, વાંઝરી

ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ, દુવાડા-વાંગરી, ખારેલના આનંદવાટિકા, એંધલના માનાફળિયા, વાંઝરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ |ગણદેવી તાલુકાના એંધલ, દુવાડા-વાંગરી, ખારેલના આનંદવાટિકા, એંધલના માનાફળિયા, વાંઝરી ફળિયા, સુંઠવાડના દાદરી ફળિયા,પટેલ ફળિયા અને કલવાચ વગેરે ગામોના ગણપતિ મૂર્તિઓનું શાંતિમય અને આનંદ ઉલ્લાસના વાતાવરણમાં વિસર્જન ચીખલી તાલુકાના સુંઠવાડના નદીએ કરાયું હતું. એંધલના ઝંડાચોક અને નવાફળિયાના ગણપતિના વિસર્જન તૈયારી સવારથી કરાય હતી.ટ્રેક્ટરને શણગારી યુવાનો વિસર્જનની તૈયારીમાં લાગી ગયા હતાં.ગણપતિને ગામમાં ડી.જે ના તાલે અને ગરબાના સથવારે આખા ગામમાં દર્શન કરવી બપોરે 4 કલાકે સુઠવાડ ખાતે લઇ જવાઇ હતી.સુઠવાડ ખાતે લગભગ 12 થી 15 મુર્તિઓનું વિસર્જન થનાર હોય ધોલધરા નદી કિનારે માનવમહેરામણઉમટ્યું હતું. વિસર્જનમાં દરેક ગામના ગણેશ મંડળલના યુવાનો અને યુવતીઓએ જુદા-જુદા રંગના ટી-શર્ટ પહેરી ગરબે ગુમી ભારે હૈયે વિસર્જન કર્યુ હતું.

ગણદેવી તાલુકાના ધોલધરા નદીમાં શ્રીજીનું વિસર્જન

અન્ય સમાચારો પણ છે...