તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એંધલમાં વૃદ્ધ ઉપર મધમાખીનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીતાલુકાના એંધલ ગામે આહીરવાસમાં રહેતા મંગાભાઇ લલાભાઇ આહીર રોજના ક્રમ મુજબ ગુરુવારના રોજ ઘરેથી બકરા ચરાવવા હાઇવે તરફ નીકળ્યા હતા બપોરે મંગાભાઇ બકરાને લઇને ડુંગરીવાળા રસ્તે હાઇવે તરફ જતા હતા ત્યારે અચાનક મધમાખીનું ઝુંડે મંગાભાઇ ઉપર હુમલો કર્યો હતો મધમાખીએ મંગાભાઇના માથા,મોઢા અને શરીરે ડંખ મારતા અર્ધબેભાન થઇ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ તેમના પુત્રો અને ગામલોકોને થતા તેઓ ઘટના સ્થળે આવી મંગાભાઇને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી.જોકે મંગાભાઇની હાલત ભયમુક્ત છે.

અન્ય સમાચારો પણ છે...