તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇવેની હોટલ પર ટ્રક ડ્રાઈવરનાં મોબાઇલ અને રોકડની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીતાલુકાના એંધલ થી પસાર થતા ને.હા.ન.૮ ઉપર આવેલ એક હોટલ ઉપરથી એક ટ્રક ડ્રાઈવરના રૂપિયા 12,000/- અને મોબાઈલ ચોરાય જતાં ચકચાર મચી ગઈ હતી બનાવની વિગત એવી છે કે એંધલ હાઇવે ઉપર આવેલ એક હોટલ ઉપર મુંબઈથી અમદાવાદ જતી ટ્રકનાં ડ્રાઈવર આરામ કરવા રોકાયો હતો,જ્યાં તે ટ્રક ડ્રાઇવર આરામ કર્યા બાદ હોટલનાં કમ્પાઉન્ડમાં આવેલ પાણીનાં હોજ પાસે સ્નાન કરવા ગયો હતો, તેમનો પેન્ટ જેમાં 12000 રૂપિયા અને મોબાઈલ ફોન હોજની પાળી ઉપર મુક્યા હતાં, જેને કોઈ ચોર ઇસમ ઉઠાવી જતા ચકચાર મચી ગઈ હતી. ત્યાર બાદ હોટલનાં સી.સી.ફૂટેજ ચકાસતા એક ઇસમ બપોરે 2.23 મિનીટે ડ્રાઈવર સ્નાન કરતો હતો ત્યાં હાથમાં એક પેન્ટ લઈને આવી સ્નાન કરવાનો ડોળ કરે છે અને બાદમાં ટ્રક ડ્રાઈવરનો પેન્ટ લઈને ત્યાંથી આરામથી હાઇવે ઉપર નીકળી જાય છે. જોકે પોલીસની લફડામાં પડવાને લઈને ડ્રાઈવરે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

હોટલના સીસીટીવી ફૂટેજમાં ચોર દેખાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો