તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મટવાડથી 2 વર્ષનો દીપડો પાંજરે પુરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીતાલુકાના મટવાડ ગામે એક દીપડો પાંજરે પુરતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી મટવાડનાં ઈશ્વરભાઈ ભાણાભાઈ પટેલના ઘરઆંગણે બાંધેલ બકરાં ઉપર હિંસક હુમલો કરી દીપડાએ શિકાર કર્યો હતો,જેને લઈને મટવાડ પહાડ ફળીયામાં ભારે ફફડાટ પશુપાલકોમાં ફેલાયો હતો.

ઘટનાની જાણ સરપંચે ગણદેવી વનવિભાગને કરતા વન વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે જઈ પાંજરુ મુક્યું હતું,જેમાં મરણ તરીકે શિકાર કરેલ બકરાને મુક્યો હતો,દીપડા બાબતે એવું કહેવાય છે કે એણે જે શિકાર કર્યો હોય તેને ખાવા માટે બીજા દિવસે આવે છે,એટલે પાંજરામાં મૃત બકરાને મુક્યો હતો,જે ખાવાની લાલચે દીપડો સાંજે પાંજરે પુરાયો હતો.આ વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળા દીપડાને જોવા ઉમટ્યા હતા.બાદમાં દીપડાને એંધલ જંગલ ખાતાના ડેપોમાં લાવ્યો હતો.

દીપડો બે વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે,જેને જરૂરી ડોકટરી તપાસ બાદ જંગલમાં છોડી મુકવામાં આવશે.

મટવાડ ગામેથી પાંજરે પુરાયેલ દીપડો . તસવીરકેતન નાયક

છેલ્લા કેટલાક સમયથી ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનોએ રાહત અનુભવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો