તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી તાલુકાના એંધલ ગામે વિવિધ સ્થળેથી 3 સાપ પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીતાલુકાના એંધલ ગામે વિવિધ સ્થળેથી ત્રણ પ્રજાતિના સાપ પકડાયા હતા.પ્રથમ જંગલખાતાની ઓફીસની બાજુમાંથી લાકડાના ઢગ આગળથી એનિમલ સેવિંગ ગ્રુપના મોહસીન ખલીફાએ દુર્લભ પ્રજાતિની ચાકરણ પકડી હતી.ત્યારબાદ એંધલ દેસાઈવાડનાં ટેકરીફળિયા આગળ આર.સી.પટેલના ઘરના કમ્પાઉન્ડમાં એક ક્રોબ્રા સાપ દેખાતા ભારે અફડાતફડી મચી ગઈ હતી,જેને પણ એનિમલ સેવિંગ ગ્રુપના મોહસીન ખલીફાએ ખુબજ સાવચેતીથી પકડી લઇ લોકોને ભયમુક્ત કર્યા હતા.ત્યાર બાદ તા.૧૯/૩/૧૭નાં રોજ સવારે એંધલના કેતન નાયકના શેરડીના ખેતરમાં ખાતર નાખવાનું કામ ચાલતું હતું,ત્યારે ખેતરમાં કામળીયો સાપ દેખાતા નાસભાગ મચી ગઈ હતી,જેને પણ મોહસીન ખલીફાએ ૩૦ મિનીટની જહેમત બાદ દરમાંથી બહાર કાઢી પકડ્યો હતો.આ ત્રણેય સાપને જંગલ ખાતાને સોપ્યા હતા.

પકડાયેલા ત્રણેય સાપ જંગલ ખાતાને સોપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો