• Gujarati News
  • બીલીમોરા બારડોલી બસ અંગે આંદોલનની ચીમકી

બીલીમોરા-બારડોલી બસ અંગે આંદોલનની ચીમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ વિભાગીય નિયામકે તા. ૧/૮/૧૪થી બીલીમોરાથી ૧૪.૪૦ કલાકે બારડોલી વાયા ગણદેવી, ધનોરી, એંધલ, ખારેલ, ટાંકલ, કરચેલીયા, મહુવા થઈ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
આ બસ એક દિવસ ૧૪મી ઓગસ્ટના રોજ ૧ કલાકે વહેલી ઉપાડી શરૂ કરી હતી, બાદમાં આ બસ દોડાવવામાં આવતી નથી. હવે મુસાફર જનતા આ બસ નિયમિત ન કરાય તો બસ રોકો આંદોલન જેવા પગલાં લેવાની લેખિતમાં ચીમકી વિભાગીય નિયામકને આપવામાં આવી છે. આ બસનો લાભ સામાન્ય મુસાફરથી લઇ,વિધાર્થીઓ તથા નોકરિયાતો ને હતો. આ બસ ફરી શરૂ કરવામાં આવે તો આ તમામને રાહત સાથે એસટી વિભાગને પણ રાહત થાય તેમ છે. આંદોલન થાય તો આના થકી જે પરિસ્થિતિ ઉદ્ભવશે જેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે એમ જણાવાયું છે. વિભાગીય નિયામક આ બસ શરૂ કરાવી જવાબદારો ઉપર પગલાં લે એવી લોકમાગ છે.