• Gujarati News
  • કેસલીમાં પરિણીતાએ ફાંસો ખાધો

કેસલીમાં પરિણીતાએ ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા : ગણદેવીતાલુકાના કેસલી હળપતિવાસમાં રહેતી પરિણીતા તેજલબેન હળપતિ માનિસક બિમાર હોય ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. કેસલી હળપતિવાસમાં રહેતો મગનભાઈ ઉકાભાઈ હળપતિનો પુત્ર મિતેશ સાથે એંધલના રમેશભાઈની પુત્રી તેજલના ચાર વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને અઢી વર્ષની દિકરી પ્રિયંકા છે. તેજલબેનનો પતિ મિતેશ બીલીમોરા જીઆઈડીસીમાં નોકરી કરે છે. 19મી ઓકટોબરના રોજ ઘરમાંથી બધા મજૂરીએ ગયા હતા તે સમયે ઘરમાં તેજલબેને ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તેજલબેન માનિસક બિમાર હોવાથી ખારેલ હોસ્પિટલમાં દવા ચાલુ હતી. સંજય ઈશ્વરે આવી તેજલના સસરા મગનભાઈને જાણ કરી ઘરે બોલાવી લાવ્યા ઘરે આવી જોયું તો તેજલ ફાંસો ખાધેલી હાલતમાં હતી.