• Gujarati News
  • ખારેલમાં દીપડો દેખાતા ભય

ખારેલમાં દીપડો દેખાતા ભય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એંધલમાંદીપડો દેખાવાની ઘટના બાદ મીણકચ્છ-ગણદેવા રોડ પર દોઢીયા ફળિયા અને બાવી ફળિયામાં દીપડો અને તેના બચ્ચા દેખાતા વિસ્તારમાં સાંજથી સન્નાટો છવાય જાય છે અને લોકો બહાર નીકળતા ગભરાય છે. બે-દિવસ પહેલા દીપડાએ દોઢીયા ફળિયામાં ઉત્તમભાઈના ઘરેથી બે મરઘા ઉઠાવી શિકાર કર્યો હતો. ફળિયામાં રાત્રે આવતા અને લોકો જાગી જતા ભાગી છૂટ્યો હતો. દોઢીયા ફળિયા પાસે મીણકચ્છ-ગણદેવા રોડ ઉપર રહેતા મુકેશભાઈ પટેલના ઘર આગળથી રોજ દીપડો રાત્રેે જતો હોય જંગલખાતાને જાણ કરતા એંધલથી પાંજરાની વ્યવસ્થા કરી જીવણભાઈ પટેલની વાડીમાં પાંજરુ મુક્યુ છે.