તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાનકુવાથી કારમાંથી ~ 2 લાખથી વધુનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાનકુવાગામે રવિવારની રાત્રે રેલવે ફાટક પાસે દારૂ ભરેલી કાર અકસ્માતે રસ્તાની બાજુમાં ખાડામાં ઉતરી જતા રેંજ આઈજી સુરતના ઓપરેશન ગ્રુપ દ્વારા રૂ. 2.04 લાખના દારૂ અને કાર સાથે રૂ. 4.54 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચીખલી પોલીસના જણાવ્યાનુસાર સુરત રેંજ આઈજીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ રાત્રિ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રાનકુવા ખારેલ રાજ્ય ધોરીમાર્ગ રેલવે ફાટક આગળ એક ટાટા ઈન્ડિગો કાર (નં. જીજે-05-સીપી-2444) ખાડામાં ઉતરી ગયેલા નજરે પડતા ઓપરેશન ગ્રુપના સ્ટાફે કારમાં તપાસ કરતા ત્યાંથી દારૂનો જથ્થો 262 બોટલ કિંમત રૂ. 2,04,200 મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત કાર રૂ. 2.50 લાખ મળી કુલ રૂ. 4,54,200નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ વસાવાએ હાથ ધરી છે.

ચીખલી પોલીસથી દારૂ કેમ પકડાતો નથી

ચીખલીમાંથીવ્યાપક પ્રમાણમાંં દારૂની હેરાફેરી થાય છે અને ગામેગામ છૂટથી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ત્યારે રવિવારે રાત્રે અકસ્માતે દારૂ ભરેલી કાર સુરત ઓપરેશન ગ્રુપને હાથ લાગી છે. ચીખલી પોલીસને દારૂ ભરેલી કાર કેમ હાથ લાગતી નથી સમજાય એમ નથી.

કાર ખાડામાં ઉતરી જતાં દારૂ પકડાયો

અન્ય સમાચારો પણ છે...