નર્મદા ડેમની સપાટી 110.97 મીટરે પહોંચતા CHPHનું એક ટર્બાઇન બંધ

સપાટી 110.64 મીટરથી નીચે જશે તો ફરી IBPT ચાલુ કરાવાની નોબત ઉપરવાસમાંથી પાણીનો અાવરો ઘટતાં સ્થિતિ સર્જાઈ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:06 AM
નર્મદા ડેમની સપાટી 110.97 મીટરે પહોંચતા CHPHનું એક ટર્બાઇન બંધ
સરદાર સરોવરમાંથી માત્ર 3,743 કયુસેક પાણીની આવક હોવાથી નર્મદા ડેમની સપાટી ઘટી રહી છે. ડેમની સપાટી 110.97 મીટરે પહોંચી જતાં કેનાલ હેડ પાવર હાઉસના બે માંથી એક ટર્બાઇનને બંધ કરી દેવામાં અાવ્યું છે. ડેમની સપાટી 110.64 મીટરથી નીચે જશે તો ફરીથી ઇરિગેશન બાયપાસ ટનલ ચાલુ કરવી પડે તેવા દિવસો દુર નથી.

સરદાર સરોવરમાં માત્ર 3743 કયુસેક પાણી આવે છે જેની સામે CHPHનું યુનિટ જ 2,761 ક્યુસેક પાણી ખર્ચી નાખે છે સાથે ગોડબોલે ગેટમાંથી 637 ક્યુસેક છોડવામાં આવે છે. હવે આવક કરતા જાવક વધુ રહેતા બંધની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહયો છે. હાલ ડેમમાં લાઈવ સ્ટોકનો માત્ર 35.46 mcm જથ્થો છે. પાણીની ઘટતી સપાટીને પગલે CHPH ના બે યુનિટો માંથી એક બંધ કરી દીધું છે જેથી સપાટી ઘટવાની ઝડપ ઓછી થઇ છે પરંતુ હવે પુન: ડેડ સ્ટોકનો ઉપયોગ કરવો પડે અને ફરી IBPT ટન નો ઉપયોગ કરવો પડે જેવી પરિસ્થિતિ પુનઃ ઉભી થઇ છે.જે રાજ્ય સરકાર માટે સૌથી મોટું ચિંતાનું કારણ બની શકે.

X
નર્મદા ડેમની સપાટી 110.97 મીટરે પહોંચતા CHPHનું એક ટર્બાઇન બંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App