• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Kaprada
  • ભૈરવીના મૌન સાધના આશ્રમ દ્વારા ગરીબ પરિવારોને અનાજનું વિતરણ

ભૈરવીના મૌન સાધના આશ્રમ દ્વારા ગરીબ પરિવારોને અનાજનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ|ખેરગામ તાલુકામાં આવેલા ભૈરવી ગામે સ્થાપિત મૌન સાધના આશ્રમ દ્વારા ઘણા વર્ષથી કપરાડા, સુથારપાડા અને અને રોહિયાળ જંગલોમાં વસવાટ કરતા ગરીબ પરિવારોને દર મહિને અનાજ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. આશ્રમના સંચાલક ચેતનભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ બાર વર્ષથી આ સેવા થઈ રહી છે.દર મહિને અનાજનો ટેમ્પો ભરીને આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરવામાં આવે છે.કપરાડા,સુથારપાડા અને રોહિયાળ જંગલના ગરીબ પરિવારોને આઠ કિલો ચોખા,દાળ, તેલ ,મીઠું સહિતના અનાજ અને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ આવતા રવિવારે ત્યાં અનાજ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...