ઉપરવાસમાં ભારે વરસાદ, ઔરંગા બંને...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં ભારે વરસાદ, ઔરંગા બંને...

રહેવા જાણ કરી દીધી છે.

જિલ્લા વહિવટી તંત્રએ લોકોને એલર્ટ કર્યા

ઉપરવાસમાં શનિવારે વરસી રહેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં પણ તેની અસર ઉભી થવાની શક્યતા હોવાથી વહિવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવી દીધું છે. ભૈરવી ખાતે પાણીના લેવલ ઊંચું જતાં પૂરની શક્યતાને લઈ તંત્ર સાબદું બની ગયું છે.

ખેરગામ જતાં કૈલાસરોડને બંધ કરી દેવાયો

વલસાડ શહરેમાંથી છીપવાડ ગરનાળામાંથી પસાર થઈ ખેરગામ તરફ જતાં મુખ્ય માર્ગને વહિવટી વિભાગે લોકોની સુરક્ષા માટે બંધ કરી દીધો છે. કપરાડામાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઔરંગા અને વાંકી નદીમાં પાણીની સપાટી વધતાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રાંત અધિકારીએ પણ શનિવારે સાંજે મુલાકા લીધી હતી.

24 કલાકની મધ્યમ વરસાદની આગાહી

ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લામાં આગામી 24 કલાક મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી છે. ઉપરાંત માછીમારો માટે કોઈ અગત્યની ચેતવણી આપવામાં આવી નથી.

ધરમપુરની પાર-નાર...

અને બંને તરફના એપ્રોચ ધોવાયા હતા. તૂતરખેડ ગામના ઉપલા ફળીયા થઇ ભવઠાણ જંગલ ગામ તરફ જતા માર્ગ વચ્ચેથી પસાર થતી નીચલા ફળિયાની ખનકી પરથી ફરી વળેલા પાણીને લઈ માર્ગ બંધ થયો હતો. બામટીથી નાનીઢોલડુંગરી તરફ જતા રસ્તા વચ્ચેથી પસાર થતી ગાંડીતુર બનેલી માન નદીના પાણી પુલ પરથી પસાર થયા હતા. પુલના એક તરફનો એપ્રોચ ધોવાયો હતો. ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ એન.પટેલ સાથે ટેલિફોનિક સંપર્કમાં તેમને માંકડબન ગામે બે કાંઠે વહેલી પાર નદી સાથે જોડાયેલી ખનકી પરના ડૂબાણમાં ગયેલા બે કોઝવેને લઈ પાંચસળી ફળિયાના આશરે 400 પરિવારો સંપર્ક વિહોણા થયા હતા. પટેલ ફળિયાની દૂધની ડેરીમાં દૂધ ભરવા જતા 70થી 80 જેટલા સભાસદોને દૂધ ભરવાની તકલીફ પડી હતી અને જીવના જોખમે ટ્યુબ અને દોરડાના સહારે દૂધ ભરવા માટે આવ્યા હતા. ચોમાસામાં ડૂબાણ પુરવાર થતા નીચા કોઝવેના સ્થાને ઊંચા પુલ માટે સ્થાનિક રહીશે માંગ કરી હતી.

નાધઇ ઔરંગામાં પૂર આવતા...

નદીમાં પાણીની આવક વધતા ગામના સરપંચ રાકેશભાઈ પટેલ પણ સ્થળ ઉપર આવી પહોંચી ગયા હતા. તેમણે મામલતદાર તેમજ તાલુકાના અધિકારીઓને જાણ કરી હતી. ઔરંગમાં અચાનક પાણી વધી જવાની વાત ફેલાતા આસપાસના ગામના લોકો નદી કિનારે પાણી જોવા આવી પહોંચ્યા હતા.ખેરગામ તાલુકામાં નદીઓ ગાડી તૂર બનાને લઇ અનેક કોઝવે ડુબી જવાથી અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો જેને લઇને લોકએ પાણી ઓસરવાની રાહ જોવા પડી હતી.ખેરગામમાં શનિવાર રાત સુધીમાં વરસાદ 2000 મિમી. નો અંક વટાવતાં 80 થશે.

પહેલા પાનાનું અનુસંધાન
અન્ય સમાચારો પણ છે...