આ કારણથી ફરી સક્રીય થઈ શકે ચોમાસું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

10 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં 4 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ તથા સાપુતારામાં 7 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દરમિયાનમાં આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ સાથે હાલમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્ય-પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરીય આંધ્રપ્રદેશ, બિહારના પશ્ચિમ તેમ જ ગુજરાત પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે 8મી ઓગસ્ટથી ગુજરાત સહિત દેશના પશ્ચિમી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. દિલ્હીમાં હવામાન વિભાગના આંકડા મુજબ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીની સિસ્ટમ હિમાલયની તળેટી તરફ ફંટાતા હાલ

...અનુસંધાન પાના નં. 10દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે, પરંતુ આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેસર સક્રિય થશે, જેથી 24 કલાકમાં દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટથી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.

હાલમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્ય-પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરીય આંધ્રપ્રદેશ, બિહારના પશ્ચિમ તેમ જ ગુજરાત પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં ઉત્તરીય ભાગમાં લૉ-પ્રેસર સક્રીય થયું છે. લૉ-પ્રેસર અને અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાત સહિત દેશના પશ્ચિમી ભાગમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...