તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપરાડાની શાળાઓમાં સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનાપોંઢા|ગુજરાત રાજ્ય શાળા સલામતી સપ્તાહની ઉજવણી 25 જુન થી 29 જુન સુધી દરેક સ્કૂલોમાં કરવામાં આવી રહી છે. જે દરમ્યાન કુદરતી આપત્તિ આગ અને અન્ય હોનારત સમયે સ્વય કેવી રીતે બચવું અને અન્યનો જીવ કઈ રીતે બચાવી શકાય તે અંગે કપરાડા તાલુકાની સ્કૂલોમાં ફાયર વિભાગની ટીમ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમજ આપી જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. 108ની ટીમ દ્વારા ભૂકંપ,પૂર, જેવી કુદરતી હોનારત તેમજ કૃત્રિમ આફતો આગ જેવી ઘટનાથી કેવી રીતે સ્વયનું રક્ષણ કરી શકાય અને અન્યના જીવ પણ કઈ રીતે બચવી શકાય તે અંગે વિશેષ સમજણ આપી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકોમાટે ડેમોસ્ટ્રેશન પણ રજુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...