તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Kaprada
  • Kaprada આજે તિસ્કરી જંગલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન

આજે તિસ્કરી જંગલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડા તાલુકામાં તિસ્કરી જંગલની સીટ ઉપર આજે મતદાન થશે આઠ ગામ સમાવિષ્ટ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં રવિવારે મતદાન કરવામાં આવશે આજે સવારે 8.00 કલાકથી મતદાન ઇવી મશીન દ્વારા મતદાન કરાશે જ્યારે તિસ્કરી જંગલ તાલુકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી બરાબરની થશે એવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે.

કપરાડા તાલુકામાં તિસ્કરી જંગલ તાલુક પંચાયતની સીટ ત્રણ સંતાન ને લઈ ને બીજેપી સમર્થન વાળી સીટ રદ કરવામાં આવી હતી જેમાં તે સીટ ઉપર ફરીવાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તે સીટ ઉપર આજે તારીખ 7 ઓક્ટોબરના રોજ સવારે 8.00 વાગ્યાના સુમારે મતદાન થશે કોંગ્રેસ - બીજેપી પાર્ટીઓના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા હતા આઠ ગામ સમાવિષ્ટ ગામોમાં તિસ્કરી જંગલ, પેઢારદેવી, ઉમળી, કેતકી, કાસ્તુનિયા, ખાતુનિયા, હેદલબારી, સુકલબારી જેવા ગામો સમાવિષ્ટ થાય છે. જેમાં બીજેપી ઉમેદવારમાંથી ખરપડીયા મયનુંબેન કાશીરામભાઈ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર ગજરીબેન મહેશભાઈ વડવલે ગામ તિસ્કરી જંગલ આ બંને પાર્ટીના ઉમેદવાર વચ્ચે રસાકસી થવા જઈ રહી છે.ત્યારે બંને પાર્ટીના ઉમેદવારોનું ભવિષ્ય આજે બંધ મતદાન પેટીમાં સીલ થશે જોકે ક્યાં ઉમેદવારનું નસીબ મતદાન પેટીમાંથી ખુલે છે તે તારીખ 9.10.2018 ના રોજ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...