• Gujarati News
  • ઘર વાપસી કાર્યક્રમવાળા અરણાઇ ગામને યાત્રાધામ તરીકે વિકસાવાશે

ઘર વાપસી કાર્યક્રમવાળા અરણાઇ ગામને યાત્રાધામ તરીકે વિકસાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડાતાલુકામાં હિન્દુઓના ઘર વાપસી કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મ અંગિકાર કરનારાઓને અરણાઇ ગામે ગરમ પાણીના કુંડમાં સ્નાન કરાવી પવિત્ર કર્યા હતા. અરણાઇ ગામના ગરમ પાણીના કુંડ પણ રામાયણ સાથે જોડાયેલા છે. અરણાઇ ગામના ગરમ પાણીના કુંડ તેમજ તેની નજીક આવેલા શ્રી રામપારેશ્વર મહાદેવ મંદિરનો પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ કરવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અા મંદિર અને ગામની વિગતો મંગાવતો એક પત્ર વલસાડ કલેક્ટરને પાઠવ્યો છે. જેમણે ગામને અને મંદિરનો પવિત્ર યાત્રા ધામ તરીકે વિકાસ કરવા અનેક યોજનાઓનો લાભ આપવા પણ જણાવ્યું છે.

રામાયણના અનેક કિસ્સામાં દંડકારણ્યનો ઉલ્લેખ કરાયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાનો સમાવેશ દંડકારણ્ય અને હાલના ડાંગમાં થતો હતો. વિસ્તારમાં રામ ભગવાને અરણાઇ ગામે પણ તીર મારતા ગરમપાણીના ઝરા ફૂટી નિકળ્યા હતા. જે સ્થળ અત્યાર સુધી અજ્ઞાત છે. જે હાલ થોડા સમયથી જાણીતું બન્યું છે. જોકે, હજુ પણ સ્થળ અનેક લોકો માટે જાણીતું નથી. જેના માટે તેના વિકાસ થાય એવું આયોજન થઇ રહ્યું છે. મંદિર સાથે ગામના વિકાસનું પણ આયોજન થઇ રહ્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વલસાડ કલેક્ટરને લખાયેલા પત્રમાં જણાવ્યું કે, મંદિર અને કુંડ સાથે જોડાયેલા પૌરાણિક મહત્વની વિગત અને મંદિરના ફોટો ગ્રાફ મોકલવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, મંદિરનો વિકાસ થાય તો તેને રૂ. ૨૫ લાખની મર્યાદામાં ખર્ચ થાય તો તેના ૩૦ ટકા વિકાસ બોર્ડ દ્વારા આપવામાં આવશે. મંદિરની કાયા પલટ માટે તેનો નકશો મંગાવવામાં આવ્યો છે. જેના આધારે મંદિરના પરિસરનું બ્યુટિફિકાશ કરવામાં આવશે. યાત્રાળુઓને બેસવા માટે કાસ્ટ આયર્નના બાકડા મુકવામાં આવશે, સોલાર લાઇટ, પેવિંગ બ્લોક, પીવાના પાણીની સુવિધા તેમજ શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે મંદિરની તમામ વિગતો મોકલી આપવા જણાવાયું છે.