• Gujarati News
  • જિલ્લામાં ~2.75 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોને જોડતા 17 રસ્તા બનાવાશે

જિલ્લામાં ~2.75 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોને જોડતા 17 રસ્તા બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડજિલ્લાના ત્રણ તાલુકાઓમાં 17 ગામોને મુખ્ય માર્ગો સાથે જોડતા રસ્તાઓનું નવિનીકરણ માટે સરકારે ~2.75 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. જિલ્લા પંચાયત દ્વારા માર્ગોને તૈયાર કરવા માટેની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે. ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકાને લાભ મળશે.
ચાલૂ વર્ષે જિલ્લાનાં કેટલાંક તાલુકાઓમાંથી પસાર થતાં માર્ગો બિસમાર થઇ જતાં જિલ્લા પંચાયતનાં ભાજપનાં શાસકોએ રસ્તાઓનાં નવિનીકરણ માટેની દરખાસ્તો મંગાવી હતી. જેમાં ખાસ કરીને ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકાની પ્રજા માટે જીવાદોરી સમાન માર્ગોની હાલત ખરાબ હોવાનું જણાતાં તાલુકાઓનાં જિ.પં. સભ્યો દ્વારા પરામર્શ થયો હતો. તમામ માર્ગોનાં સરવે માટે બાંધકામ વિભાગને કામગીરી સોંપવામાં આવી હતી. પરિણામે વિસ્તારોમાં મહત્ત્વનાં માર્ગોને મુખ્યમાર્ગો સાથે જોડતાં રસ્તાઓને નવો ઓપ આપવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અંગેનો રિપોર્ટ તૈયાર કરાયાં બાદ રાજ્ય સરકારને જિલ્લા પંચાયત દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેનાં આધારે સરકાર દ્વારા ન્યૂ ગુજરાત ર્પેટન યોજના 2014-15 હેઠળ ત્રણે તાલુકાઓમાં 17 માર્ગોનું નવિનીકરણ થશે.
ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી છે
ઉમરગામ,ધરમપુર અને કપરાડાનાં વિવિધ ગામોનાં રસ્તાઓ અને મુખ્યમાર્ગોને જોડતા માર્ગોનાં નવિનીકરણ માટેની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે. ટેન્ડરિંગની પ્રક્રિયા પ્રોસેસમાં છે. ચોમાસા બાદ ત્રણે તાલુકાનાં માર્ગોનાં કામ હાથ ધરાશે. > એમ.જે.પટેલ, કાર્યપાલકઇજનેર
માર્ગોનું નવિનીકરણ થશે
ધરમપુર તાલુકો: વાડીબામણવાડામુખ્ય રસ્તાથી ઢાપર ફળિયા પાસેથી વાડીગામને ગુંજવેરી થઇપાયરીમાળને જોડતો રસ્તો, ટાંકી આશ્રમશાળાથી ડુંગરી ફળિયા થઇ નાસિક હાઇવેને જોડતો રસ્તો, બોપીથી પીપલ બરડા જતો રસ્તો, વાઘવળ મુખ્ય રસ્તાથઈ વાઘવળ ગામે જતો રસ્તો, હનુમતમાળ આંબોસી રોડથી રાઉતપાડા જતો રસ્તો, તુંબી ડંગરી ફળિયાનો રસ્તો, ભેંસધરાગામ ભૈરવી ફળિયા રોડ, બામટી ગામ જલારામ મંદિરથી પસાર થતો રોડ, તિસકરી તલાટ મુખ્ય રસ્તાથી મઘળદેવી ફળિયા થઇ રંગ વિદ્યાલય તરફ જતો રોડ, બરૂમાળ પાડવી ફળિયાનાં અધૂરા રસ્તાથી ગવળી ફળિયા થઇ સ્મશાન ભૂમિથી ચીંચોઝર મુખ્યમાર્ગને જોડતો રોડ
ઉમરગામતાલુકો: કનાડુગામ ઠાકર ફળિયા પલાટ તરફ જતો રસ્તો, ભીલાડ દમણગંગા કોલોનીથી સરીગામ પહાડપાડા તરફ જતો રોડ,બોરલાઇ બોરીગામ મુખ્ય રસ્તાથી કરમળા ગામે થઇ હાઇવે તરફ જતો રોડ
કપરાડાતાલુકો: બાલચૌંડીવાપી મ