તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એકલવ્યમોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે રવિવારે લેવાનારી પરિક્ષાને અનુલક્ષીને કપરાડા

એકલવ્યમોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે રવિવારે લેવાનારી પરિક્ષાને અનુલક્ષીને કપરાડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એકલવ્યમોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે રવિવારે લેવાનારી પરિક્ષાને અનુલક્ષીને કપરાડા તાલુકાની શાળાઓના 120 વિદ્યાર્થીઓના ફોર્મ કપરાડા શિક્ષણ વિભાગની બેદરકારીના પગલે સમયસર પહોચતા કરતા 120 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેી જનાર હતા,જોકે વાલીઓ દ્વારા જિલ્લા કલેકટરને સીધી રજૂઆત કરતા અશકય બાબતને શકય બનાવી કલેકટરે ઉચ્ચ સ્તરે મામલો ઉઠાવતા તમામ 118 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવ્સથા કરી છે.આટલૂજ નહી, પરંતુ કલેકટરે વાલીઓને ફોન દ્વારા જાણ કરતા 118 વિદ્યાર્થીઓના વાલીઓમાં ખુશી વ્યાપી ગઇ હતી.જોકે ગંભીર બાબત હોવા છતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ વાલીઓ દ્વારા મોડે ફોર્મ રજૂ કરાયા હોવાનું જણાવી કપરાડા શિક્ષણ વિભાગને બચાવી રહ્યા હોવાનું પ્રતિત થઇ રહ્ુ છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મૂજબ આદિવાસી બાળકો પણ ખાનગી શાળાના બાળકોની સરખામણીએ આવી શકે તેમાંટે દરેક તાલુકામા કરોડોના ખર્ચે એકલ્વય મોડેલ શાળાની સ્થાપના કરી છે.જેમાં ધો.6માં પ્રવેશ મેળવવા ધો.5માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માંટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત 18 જાન્યુઆરીએ પરીક્ષાનું આયોજન કરાયંુ છે.જેમાં પ્રવેશ માટે કપરાડા તાલુકાની શાળાઓના 120 જેટલા બાળકોના વાલીઓએ પણ તેમની શાળાના આચાર્યો પાસે ફોર્મ ભરાવ્યા હતા.જે ફોર્મ સબંધિત વિભાગ પાસે મોકલવાની જવાબદારી મૂખ્યત્વે ટીપીઓની બને છે.જોકે શુક્રવારે જયાંરે વિદ્યાર્થીઓના વાલીઓ પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ માંટે જરૂરી રશીદ લેવા કપરાડા પહોચ્યા ત્યાંરે તેમને જણાવવામાં આવ્યંુકે તમારા ફોર્મ મોડે ભરાયા હોય,પરીક્ષા આપી શકાશે નહી.

જેના પગલે તમામ વાલીઓ રોષે ભરાયા હતા.અને ટીપીઓ આઇ.સી.પટેલને રજૂઆત કરી હતી.જોકે પટેલે પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો હતો.જેના પગલે કપરાડા શિક્ષણ વિભાગની બેદરકારીના પગલે 120 બાળકો પ્રવેશથી વંચિત રહી જવાની પરિસ્થતી ઉભી થઇ હતી.જેના પગલે વાલીઓએ શનિવારે કપરાડા મામલતદાર કચેરીએ પહોચી હંગામો મચાવ્યો હતો.જોકે નાયબ મામલતદાર આહિરે તેમને સમજાવી મામલાને થાળે પાડયો હતો.જોકે વાલીઓએ પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સમગ્ર માહિતી જિલ્લા કલેકટરને ફોન દ્વારા જાણ કરી હતી.કલેકટર ડો.વિક્રાંત પાંડે પણ વાલીઓની રજૂઆત બાદ ચોંકી ઉઠયા હતા.તેમણે તાત્કાલીક સબંધિત વિભાગો અને નિયામકને રજૂઆત કરી હતી.જેના પગલે લગભગ અશકય એવી બાબતને તેમણે શકય બનાવી તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક