• Gujarati News
  • જિલ્લામાં વિદ્યાસહાયકોને કાયમી કરવાની કામગીરી ફાઇલોમાં છે

જિલ્લામાં વિદ્યાસહાયકોને કાયમી કરવાની કામગીરી ફાઇલોમાં છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ઉંમરગામ, ધરમપુર, કપરાડાના 55થી વધુ વિદ્યાસહાયકો કાયમી થવા અેક વર્ષથી રાહ જોઇ રહ્યા છે

{ઇન્ચાર્જ ડીપીઓ તરીકે ડીઇઓ રત્નુને ચાર્જ અપાયો

ભાસ્કરન્યૂઝ.વલસાડ

વલસાડજિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીની લાલીયાવાડીના પગલે છેલ્લા એક વર્ષથી વિદ્યાસહાયક માંથી ફુલ પગારમાં કાયમી તરીકે નિમણૂકપાત્ર હોવા છતા ઉંમરગામ,કપરાડા અને ધરમપુર તાલુકાના 55થી વધુ શિક્ષકોને કાયમી શિક્ષક તરીકેનો ઓર્ડર અને અેરિયર્સ ફાઇલોમાં અટવાઇ ગયો છે. સાથે મુદ્ાના વિલંબમા જિલ્લા અને તાલુકા શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનના અભાવ પણ જોવા મળી રહ્યો છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખાલી જગ્યાને લઇ કામગીરીમાં ગંભીર અવરોધ ઉભો થઇ રહ્યો છે.ઇન્ચાર્જ ડીપીઓ તરીકે ડીઇઓ રત્નુને ચાર્જ અપાયો હોવા છતા તેઓ સેમીનારો અને મિટીંગોમાં વ્યસ્ત રહેતા પ્રાથમિક શિક્ષણ કચેરીની સેનાપતી વગરના લશકર જેવી થવા પામી છે.

જેની પ્રતિતી જિલ્લામાં વિદ્યાસહાયક તરીકે જોડાયેલા શિક્ષકો પૈકી આશરે 55 જેટલા શિક્ષકોએ કાયમી થવા માંટેના તમામ નોમ્સ પૂર્ણ કર્યા હોવા છતા પણ હજુ સુધી તેમને કાયમી શિક્ષક તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા નથી.

જિલ્લા અને તાલુકા શિક્ષણ વિભાગના સંકલનના અભાવે દરખાસ્ત સહિતની કામગીરી ફાઇલોમાં અટવાઇ છે. હાલે જોકે કપરાડા તાલુકા શિક્ષણ વિભાગે કામગીરી પૂર્ણ કરી હોવાનું બીઆરસી કપરાડાએ જણાવ્યુ હતુ.

ડીપીઓની જગ્યા એક વર્ષથી ખાલી

વલસાડજિલ્લામાંપ્રાથમિક શિક્ષણ અધિકારીની છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ખાલી જગ્યાના પગલે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્રનાર્થ જોવા મળી રહ્યો છે.છેલ્લા ત્રણ વર્ષથી એકપણ શાળા એ-વન ગ્રેડ મેળવી શકી નથી.જિલ્લા પંચાયતના પ્રમુખ કે ડીડીઓ પણ નિષ્ક્રીય રહેતા કાયમી ડીપીઓની નિમણૂક થવા પામી નથી.