• Gujarati News
  • ધરમપુરનુ ંઐતિહાસિક મંદિર નામશેષના આરે

ધરમપુરનુ ંઐતિહાસિક મંદિર નામશેષના આરે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરતાલુકો પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યો છે. રોજબરોજ હજારો પ્રવાસીઓ આહલાદક પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર તાલુકાની મુલાકાત લેતા રહે છે. તાલુકાના બરૂમાળ ગામે ભાવભાવેશ્વર ધામ ધાર્મિક સ્થળ તરીકે વિશ્વવિખ્યાત બન્યું છે. પંગારબારીના વિલ્સન, વાઘવળનો શંકર ધોધ, શહેર વિસ્તારનું પૌરાણીક લેડી વિલ્સન મ્યુઝીયમ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, સ્વર્ગવાહી નદી તટના પ્રાચીન મંદિરો, મોહનગઢનો રાજચંદ્ર આશ્રમ, નાનીવહીયાળનું શ્રી માજી રાજ રાજેશ્વર મહાદેવનું રજવાડી સમયનું મંદિર, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું લક્ષ્મીનારાયણ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નજીકના કપરાડા તાલુકાના અરણાઇના ગરમ પાણીના કુંડ, પાનસની ટેકરી વગેરે સ્થળોની પણ પ્રવાસીઓ મુલાકાત સાથે ગ્રામ્ય ડુંગરાળ વિસ્તારના અફાટ કુદરતી સૌંદર્યનો લ્હાવો લેતા રહે છે. તાલુકાના રસ્તાઓ, સરકારી મકાનો વગેરેનો વિકાસ ઝડપભેર થઇ રહ્યો છે. પરંતુ આશરે ૨૦૦ વર્ષ પુરાણા રાધાકૃષ્ણ મંદિરને જાળવી લેવા માટે અહીંના ભકતજનો, આગેવાનો, રાજકારણીઓ વગેરે તરફથી છાશવારે ઉહાપોહ મચતો રહ્યો છતાં તેની સંપૂર્ણ માવજત કરવામાં પુરાતત્વ ખાતુ સરેઆમ નિષ્ફળ નિવડયું છે. પરિણામ સ્વરૂપ જર્જરીત બનતું જતું મંદિર ધરાશાયી થવા ભણી ધપી રહ્યું છે. મંદિર અવદશામાં આવી પડતા ભકતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સાથોસાથ મંદિરની મુલાકાત લેતા પ્રવાસીઓમાં પણ નિરાશા જન્મતી રહે છે. મંદિરને રાજવીઓએ લોકોની ધાર્મિક ભાવના અને લાગણીને પ્રાધાન્ય આપી તૈયાર કરાવ્યું હતું. સહજાનંદ સ્વામી ૧૮૭ વર્ષ પહેલા મંદિરના દર્શનાર્થે આવ્યા હતા.

રજવાડા સમયે તેની સંપૂર્ણ નીભાવણી, જાળવણી અને માવજત કરવામાં આવતી હતી. અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો મંદિરમાં યોજાતા હતા. કાળે કરવટ બદલતા અને રજવાડાનું ભારત સંઘમાં વીલીનીકરણ થતા મંદિર સરકારના પુરાતત્વ ખાતા હસ્તક તેનો વહીવટ થઇ રહ્યો છે. તેમજ હોદ્દાની રૂએ મામલતદારને ટ્રસ્ટી તરીકે જવાબદારી સોંપાઇ છે. ધરમપુરની આન, બાન અને શાન સમા મંદિરના જીર્ણોધ્ધારનો યશ પ્રશ્ન હલ થયો હતો. ચાલુ વર્ષનું ચોમાસુ વિત્યાને ખાસ્સા દિવસો પસાર થયા છતાં મંદિર ઉપર ઉગેલા છોડવાઓ, બાઝેલી લીલ તથા ઘાસકચરાની સફાઇ થઇ નથી. મંદિરના મજલાઓ ધૂળીયા બની ગયા છે.

કેટલાક ઠેકાણે મંદિરના બાંધકામમાં વપરાયેલા બદલવા યોગ્ય લાકડાના પાટીયા, બાટમો, બારીઓ, દરવાજા વગેરે ચકાસણી કરાવી તેના સમારકામ કરાવવાની જરૂરીયા