• Gujarati News
  • લોકબોલીમાં ભણી બન્યા ડોકટર એન્જિ.

લોકબોલીમાં ભણી બન્યા ડોકટર-એન્જિ.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંએચ.આર.મિનિસ્ટર સ્મૃતિ ઇરાનીએ શિક્ષણમાં સ્થાનિક લોકબોલીને પ્રાધાન્ય આપવાની વાત પોતાના વકત્વયમાં કહી હતી.જેની વ્યાપક ચર્ચાઓ સમગ્રે દેશમાં થઇ રહી છે. વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકા કપરાડાના સુખાલા ખાતે રહેતા અને હાલે ધરમપુરની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા અરવિંદભાઇ પટેલે તેમણે ઢોડિયા બોલીને પોતાના પરિવારમાં પણ જીવંત રાખી તેમના બંને સંતાનોને ગુજરાતી સાથે ઢોડિયા ભાષાની લોકબોલીમાં શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેના ફળદાઇ પરિણામ પણ તેમને મળયા છે.

આજે તેમનો મોટો પુત્ર હાર્દીક તબીબ થઇ તાલુકાના નાની તંબાડી સરકારી દવાખાનામાં એમઓ તરીકે ફરજ બજાવી રહ્યો છે.અનામત કેટેગરીમાં આવતા હોવા છતા હાર્દીકે ધો.10-12 વિજ્ઞાનપ્રવાહમાં 92 અને 90 ટકા મેળવ્યા હતા.જયાંરે અરવિંદભાઇનો નાના પુત્ર અભિલાષ પટેલે પણ ધો.10માં 88 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 88 ટકા મેળવી આજે બી.ટેકનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે.

જયારે તેમની ડેન્ટિસ્ટ પુત્રવધુની કલીનીકમાં પણ ઢોડિયા બોલી સહિતની લોકબોલી બોલતી આસિસ્ટન્ટ રાખી છે. આટલું નહી,પરંતુ પોતાના સમાજની ઢોિડયા બોલીને જીવંત રાખવા ઢોડિયા ભાષામાં પુસ્તક પણ લખ્યુ છે.