• Gujarati News
  • જિલ્લામાં 9 સ્થળોએ ચકાસણી માટે જિલ્લા કક્ષાની ટીમો બનાવાશે

જિલ્લામાં 9 સ્થળોએ ચકાસણી માટે જિલ્લા કક્ષાની ટીમો બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓપરેશનો માંટે તબીબો-કર્મચારીઓને વિશેષ તાલીમ

ભાસ્કરન્યૂઝ.વલસાડ

છત્તીસગઢરાજયના બિલાસપુરમાં સરકારી કેમ્પમાં થયેલા વ્યંધીકરણના ઓપરેશનમાં 13 મહિલાઓના થયેલા મોતના પગલે સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જેના પગલે રાજયભરમાં પ્રથમ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે પ્રકારના ઓપરેશનો સમયે રાખવાની તકેદારી સહિતના મુદ્ે ગુરૂવારે સીડીએચઓની હાજરી વચ્ચે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો મૂજબ બિલાસપુરની સરકારી હોસ્પીટલમાં નસબંધીના ઓપરેશન દરમિયાન ઓપરેશનમાં થયેલી ખામીના પગલે 13 મહિલાઓના મોત નિપજયા હતા,જયંારે 50થી વધુ મહિલાઓ ગંભીર હાલતમાં હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.જેને અનુલક્ષીને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે પ્રકારની ઘટના વલસાડમાં બને તે માંટે સીડીએચઓએ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ અને સીએચસી ઉપરાંત સ્ટેટ હોસ્પીટલ અને સીવીલના તબીબો સાથે અગત્યની બેઠકનું આયોજન કર્યુ હતુ.વલસાડ જિલ્લામાં સિવિલ હોસ્પીટલ,ધરમપુરની સ્ટેટ હોસ્પીટલ, કપરાડા,ભીલાડ ,વાપી અને નાનાપોંઢા સીએચસી ઉપરાંત ઓરવાડ અને સંજાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ ખાતે નસબંધીના ઓપરેશનો કરવામાં આવે છે.