• Gujarati News
  • National
  • નવીપારડીથી 1100 લીટર ડીઝલનો જથ્થો ભરેલી પિકઅપ ચોરાઇ

નવીપારડીથી 1100 લીટર ડીઝલનો જથ્થો ભરેલી પિકઅપ ચોરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | નવીપારડી પાસેથી1100 લીટરના ડીઝલ 3 બેરલ ભરેલી પીકઅપ ચોરી થવા પામી છે.

સુરતના પાલનપુરમાં રહેતા અતુલકુમાર બાવળીયા કાર્ટીંગનો ઘંઘો કરે છે. પોતાની બોલેરો પીકઅપનંબર (જીજે 5 બીવી 922)માં છ દિવસ અગાઉ ત્રણ બેરલોમાં 1100 લીટર ડીઝલ ભરાવીને નવીપારડી પાસે શીવશક્તિ હોટલની પાસે યુનિક કન્ટ્રકશનના કમ્પાઉન્ડમાં મુકી હતી. બીજા દિવસે સવારે આવીને જોતા મુકેલી જગ્યાએ બોલેરો પીકઅપ ન મળતા તપાસ કરતા કોઈ ભાળ ન મળી હતી. જેથી 4,50,000ની બોલેરો પીકઅપ તથા 1100 લીટર ડીઝલ કિંમત 77000 મળી કુલ્લે 5,20,000ના માલમત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...