• Gujarati News
  • National
  • કામરેજ તાલુકા પંચાયતના નવા ભવનનું લોકાર્પણ

કામરેજ તાલુકા પંચાયતના નવા ભવનનું લોકાર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વાહન વ્યવહાર વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે શનિવારના રોજ રૂા.૨.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયત કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે ગ્રામ્ય કલા અને સાંસ્કૃતિક મહોત્સવનો શુભારંભ તથા અનાથ બાળકોને સહાય/ગણવેશનું પણ વિતરણ કરાયું હતું.

મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના અધિકારીઓ કર્મચારીઓ તથા પદાધિકારીઓને સુગમ વાતાવરણયુકત ભવનો મળી રહે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. ટેકનોલોજીનાં માધ્યમથી ગામડાઓને તાલુકા અને તાલુકાને ગામડાઓ સાથે સાંકળવાનું કાર્ય સરકાર કરી રહી છે.જેને લઇ ગામડાઓમાં શિક્ષણ,આરોગ્ય,વીજળી,પામી અને રસ્તોઓ જેવા વિકાસનાં કામો થઈ રહ્યા છે.તેમણે કહ્યું કે,ભુતકાળમાં નળીયાવાળી સરકારી કચેરીઓ કાર્યરત હતી. ચોમાસાના દિવસોમાં રેકોર્ડ રાખવો મુશ્કેલ થતો હતો.આજે કોર્પોરેટ હાઉસની માફક સરકારી કચેરીઓ પણ આગળ કદમ મિલાવી રહી છે જે રાજય સરકારની દેન હોવાનું કહ્યું હતું.આ પ્રંસગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,સરકારી અધિકારી-કર્મચારીઓને સુવિધાયુકત ભવનો મળવાથી વહીવટી કામો કરવામાં ધણી જ અનુકૂળતા રહેશે.કામરેજના પ્રજાજનો ભવનમાં આવીને શાંતિથી બેસી શકે પોતાનું કામ કરી શકે તે માટે મકાન આવનારા દિવસોમાં આર્શીવાદરૂપ બની શકશે. આ કાર્યક્રમમાં કામરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્યશ્રીઓ,પૂર્વ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓનું મંત્રીના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.

કામરેજ તાલુકા પંચાયતે પોતાના સ્વભંડોળમાંથી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૦૮ જેટલા અનાથ બાળકો ત્રણ હજારની શૈક્ષણિક સહાય તથા યુનિફોર્મ આપીને અનોખું ઉદાહરણ પુરુ પાડયું હતું.કામરેજ તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોને વિવિધ કૃતિઓ રજુ કરીને સૌને મોહિત કર્યા હતા.ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ પ્રથમ આવેલા રમતવિરોનું પણ સ.ન્માન કરાયું હતું.આ પ્રસંગે કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા,તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કામરેજ તાલુકા પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કરાયું

અન્ય સમાચારો પણ છે...